GUJARATMORBIMORBI CITY / TALUKO
		
	
	
MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર મોબાઇલ ચોરી થયાનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી મોરબી તાલુક પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા પ્રત્યનશીલ હોય તે દરમ્યાન બાતમીના આધારે મોબાઈલ ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમો ભુપતભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨) રહે-જેતપર ગામની સીમમાં જેતપર-મોરબી રોડ ભાગ્યલક્ષ્મી હોટલ પાછળ તા.જી.મોરબી મુળ ગામ-સાપરકડા તા.હળવદ તથા વિકાસભાઇ અનિલભાઈ લોરીયા (ઉ.વ.૨૧) રહે-વિશીપરા મોરબી -૦૨ મુળ ગામ-કોટડા નાયાણી તા.જી.રાજકોટવાળાને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરી કરેલ છે.
 
				











