દેડિયાપાડા હર ઘર તિરંગા યાત્રા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન યોજાય.
તાહિર મેમણ – ડેડીયાપાડા-:14/08/2025 -::- નર્મદા જિલ્લા ને ડેડીયાપાડા ખાતે “હર ઘર તિરંગા યાત્રા યોજાય હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. 02/08/2025 થી 15/08/2025 દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજ રોજ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત પોલીસ જવાનો દ્વારા દેડિયાપાડા, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકા મથકે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં દેશભક્તિના ઉલ્લાસ અને ઉત્સાહ સાથે પોલીસ જવાનો સક્રિયપણે જોડાયા હતા.
યાત્રા દરમિયાન દેશભક્તિના નાદ ગુંજતા રહ્યા અને તિરંગાના માન-સન્માનનું પ્રતિકરૂપ બનેલા દ્રશ્યો સૌ માટે પ્રેરણાસ્રોત બન્યા હતા.