KALOL(Panchamahal)PANCHMAHAL

દેલોલ દુધ ની ડેરી ખાતે જીલ્લા મહિલા અને બાળવિકાસ તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ માર્ગદર્શન સેમીનાર યોજાયો

 

તારીખ ૨૮/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મહિલા અને બાળવિકાસ વિભાગ નિયામક મહિલા કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઘરેલુ હિંસા થી સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે મહિલાલક્ષી યોજનાઓ અને કાયદા વિશે જાગૃત થાય હેતુથી તેમ જ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ ગોઘરાના સહયોગ થી તાલુકા કાનુની સેવા સમિતિ કાલોલ દ્રારા આયોજીત કાનુની શિક્ષણ શિબિર અંતર્ગત સેમીનાર આયોજન કરવામાં આવ્યું હતું જેમા કાલોલ તાલુકાના દેલોલ દુધની ડેરી મુકામે મહિલાઓને લગતી તમામ માહિતી સાથે વિવિધ યોજનાઓ વિશે જાગૃત વિશે મહિલાઓને માહિતી આપી હતી જેમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ડાયરેક્ટર ગાયત્રીબેન શર્મા અને જીલ્લા કોઓર્ડિનેટર મહેશભાઇ કામરોલા સાથે કાલોલ કોર્ટ ના સીનીયર વકીલ ભુપેન્દ્રસિંહ બી.પરમાર સાથે લીંગલ રીટેઈનર વકીલ કે.એમ.સોલકી હાજર રહીને જરૂરી કાયદાકીય માહિતી આપી હતી અને નવા કાયદાનુ જ્ઞાન શિક્ષણ વિશે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!