DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા તાલુકા કક્ષાના યોગ દિવસની ઈનરેકા સંસ્થાન ખાતે ઉજવણી કરાઈ

દેડિયાપાડા તાલુકા કક્ષાના યોગ દિવસની ઈનરેકા સંસ્થાન ખાતે ઉજવણી કરાઈ

તાહિર મેમણ – ડેડીયાપાડા -:21/06/2025 – આજે ૨૧મી જૂને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા સહિત તમામ તાલુકામાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

દેડીયાપાડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ટીમ્બાપાડા સ્થિત ઇનરેકા સંસ્થાન ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, પ્રાંત અધિકારીશ્રી ધવલ સંગાડા, મામલતદારશ્રી એસ.વી.વિરોલા, તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ સોની, ઈનરેકા સંસ્થાનના સંચાલક ડો.વિનોદ કૌશિક, વનવિભાગના અધિકારીશ્રીઓ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી,તથા DGVCLના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આઉટરીચના ભાગરૂપે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ-ભારત, વંદના નર્સિંગ કોલેજ-ટીમ્બાપાડા, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા અને આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશાળ સંખ્યામાં સહભાગી બની યોગાભ્યાસ કર્યો હતો.

કાર્યક્રમમાં યોગ શિક્ષિકા શ્રીમતી માર્થાબેન વસાવા અને શ્રીમતી દીપિકાબેન પરમારે યોગાભ્યાસ માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!