
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ટાઉન પો.સ્ટે ખાતે નોંધાયેલ સોનાના દાગીનાની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી ચોરીમાં ગયેલ સોનાના દાગીના કિ.રૂ.૬,૪૦,૦૦૦/-નો મુદામાલ પુરેપુરો રીકવર કરતી તેમજ બાયક પોસ્ટે બનેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢતી-અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
મોડાસા ટાઉન પોસ્ટે નોંધાયેલ ગુરનં.૧૧૧૮૮૦૦૯૨૫૦૩૮૭/૨૦૨૫ બીએનએસ ૬.૩૦૩(૨),૫૪ મુજબના કામના ફરીયાદીની ફરીયાદના કામે ગઈ તા.૦૬/૦૫/૨૦૨૫ ના રોજ નવજીવન ચોક મોડાસા નજીક કોઈ બે અજાણ્યા ઈસમોએ ફરીયાદીની એકટીવાનં. જીજે.૩૧.બી. ૫૩૯૪નું લોક ખોલી તેમાં રાખેલ ફરીની પત્નીના સોનાના દાગીના જેમાં એક સોનાનો હાર બુટ્ટી સાથે આશરે સાડા ચાર તોલા તથા મંગલ સુત્ર આશરે સાડા ત્રણ તોલા કુલ આઠેક તોલાના જેની કિ.રૂ.6,40,000/-તથા લોકરની ચાવીની ચોરી કરી એક બીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય તેમજ બાયડ પોસ્ટે ગુરનં. ૧૧૧૮૮૦૦૨૨૫૦૨ ૬૩/૨૦૨૫ બીએનએસ ક.૩૦૩(૨) મુજબના કામે ગઈ તા. ૦૨/૦૪/૨૫ ના રોજ મોજે બાયડ ધ્વારકેશ હોટલ આગળ આકામના ફરીયાદીની અલ્ટો ગાડીન. જીજે.૩૧.એ. ૯૧૮૯ ની ડેસ્કબોર્ડ ઉપર મુકેલ રોકડ રકમ રૂ.૧,૦૪૦,૦૦/-ની ચોરીનો ગુનો બનેલ હોય જે બન્ને ગુન્હાઓની એમઓ (modus operandy) એક જ હોય સદરી બન્ને ગુન્હાને અંજામ આપનાર બે ઇસમો મોટર સાયકલ સાથે હોવાનું જણાઈ આવતાં અત્રે એલ.સી.બી.મોડાસાની એક ટીમ (HC-૦૧ તથા PC-૦૨) તૈયાર કરી બાયડ તેમજ મોડાસા ખાતે બનેલ બનાવના સ્થળેથી સી.સી.ટી.વી ફુટેજ જોવાનું ચાલુ કરેલ અને સતત એક અઠવાડીયા સુધી ફુટેજ જોતા-જોતા મોડાસા શહેરમાથી બે ઇસમો મોટર સાયકલ સાથે રાણા સૈયદ-ધનસુરા-વડાગામ-હરસોલ ચોકડી-દહેગામ રોડ-રીંગરોડ હંસપુરા અમદાવાદ-એપોલો સર્કલ-કોતરપુર રોડ-મોદી સ્ટેડીયમ રોડ-સાબરમતી પાવર હાઉસ નજીકના રોડે સદરી બંને ઇસમો મોટરસાઇકલ સાથે જતા જણાઈ આવેલ જેથી સદરી જગ્યાએ આજુ બાજુમાં ૧૦૦ થી વધુ જગાએ સતત બે દિવસ રોકાઈ ફુટેજ જોતા મોટર સાયકલ આગળ કોઈ જગાએ જતી ન જણાતા સદરી જગ્યાએ રોકાવાના તમામ સ્થળો તપાસતા નજીકમાં આવેલ રોશની હોટલ ખાતે આ મો.સા વાળા બે ઈસમો રોકાયેલનું જણાઈ આવતા સદરી હોટલમાં તપાસ કરતા મો.સા. સાથે આવેલ બે ઇસમો તા.૨૭/૦૩/૨૦૨૫ થી તા.૦૭/૦૫/૨૦૨૫ સુધી રોકાયેલ અને હાલમાં ચેક આઉટ કરી ગયેલાનું જણાઈ આવેલ જેથી સદરી બંને ઇસમો બાબતે હોટલ રોશની ખાતે સી.સી.ટી.વી ફુટેજ તેમજ રજીસ્ટર ચેક કરતા બન્ને ઇસમોની ઓળખ થવા પામેલ જેમાં વાદળી શર્ટ પહેરેલ ઇસમનું નામ (૧) બાબુ લખનસીંહ સીસોદીયા તેમજ બીજા ટોપી પહેરેલ ઇસમનું નામઠામ સચીન ભગવાનસિંહ સીસોદીયા રહે.બન્ને કડીયા સાસી તા.પાંચોર જી.રાજગઢ મધ્યપ્રદેશ વાળા હોવાનું જણાઈ આવેલ જે આરોપીઓ અમદાવાદ રોશની હોટલ ખાતે રોકાણ કરી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓએ જઈ ચોરી કરેલાનું જણાઈ આવેલ જે બન્ને આરોપીઓના આધાર કાર્ડ તેમજ ઓળખના પુરાવા મેળવવામાં આવેલ તેમજ સંદરી બંને આરોપીઓ ગુન્હાને અંજામ આપી મધ્યપ્રદેશ ખાતે જતા રહેલ હોય એલ.સી.બી.મોડાસાની બીજી એક ટીમ (ASI-09 તથા HC-0૧ તથા PC-૦૩) તૈયાર કરી કડીયાસાસી તા.પાંચોર જી.રાજગઢ મધ્યપ્રદેશ ખાતે મોકલી આપેલ જે ટીમ કડીયા સાસી ગામથી નજીકમાં શ્રીરામ હોટલમાં ચારેક દીવસ રોકાણ કરી નજીકમાંથી મોટર સાયકલ મેળવી મોટર સાયકલ ઉપર વારા ફરતી-૦૨ માણસો ત્યાંનો ગામઠી પહેરેવશ પહેરી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે કડીયાસાસી ગામમાં રાતે તેમજ દીવસે છુપી રીતે જઈ આરોપીઓના ઘર તેમજ ગામની ભૌગોલિક પરીસ્થિતી ની માહિતી મેળવી તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ એલ.સી.બી ટીમ ધ્વારા ગામમાં આવેલ આરોપીઓના ઘરે છાપો મારતા ઘરે આરોપીઓ મળી આવેલ નહી પરંતુ આરોપી સચીન ભગવાનસિંહ સીસોદીયાના ઘરેથી તેની પત્ની મારફતે મોડાસા ટાઉન પોસ્ટે ચોરીમાં ગયેલ સોનાના દાગીના(૧) સોનાનો સેટ બે બુટ્ટી સાથે આશરે સાડા ચાર તોલાનો કિ.રૂ.૩,૬૦,૦૦૦/- તથા સોનાનું મંગલસુત્ર આશરે સાડા ત્રણ તોલાનું કિ.રૂ.૨,૮૦,૦૦૦/- મળી કુલ રૂ.૬,૪૦, ૦૦૦/-નો પુરેપુરો મુદામાલ રીકવર કરેલ છે.તેમજ મોડાસા ટાઉન પોસ્ટે તથા બાયડ પોસ્ટેના વણ ઉકેલાયેલ ચોરીના ગુન્હાઓ ઉકેલી કાઢવામાં સફળતા મળેલ છે






