ડેડીયાપાડા 52 સરકારી ઓફિસોને બાકી વીજ બીલ ના 8 લાખ 50 હજાર ભરવાની નોટિસ આપવામાં આવી.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 23/03/2025 – ડેડીયાપાડા ની વીજ કંપની દ્વારા ગઈકાલે બે બે સરકારી કચેરીના અંદરના આર એન્ડ બી હસ્તક નાસર્કિટ હાઉસ અને પાણી પંપિંગ સ્ટેશનના ના વીજ કનેક્શન આપતા અને 52 જેટલી સરકારી ઓફિસોને બાકી વીજ બીલ ન 8લાખ 50 હજાર ભરવાની નોટિસ આપવામાં આવતા ચકચાર મચ્યો
. ડેડીયાપાડા ની વીજ કંપની દ્વારા સરકારી ઓફિસો જે કરોડોના ટર્ન ઓવર કરે છે અને જેના કર્મચારીઓ પણ લાખોની ગાડીઓ ફેરવે છે તેવી ઓફિસોના અધિકારીઓ મામૂલી પણ ભરી ન શકતા માર્ચ એન્ડિંગમાં વીજ કંપની દ્વારા લાલ આંખ કરીને 52 ઓફિસોને નોટીસ આપી જ્યારે ડેડીયાપાડા સર્કિટ હાઉસ અને આરએનબીના પંપિંગ હાઉસ નો કનેક્શન કાપી નાખીને કડક વલણ અપનાવ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ખાતે સમગ્ર જિલ્લામાં સૌપ્રથમ વખત વીજ કંપનીએ સરકારી ઓફિસો કે જેવી જ બિલ નથી ભરતી અને લાંબા સમયથી તેમના બિલ પેન્ડિંગ હોવાથી આ વખતે કોઈની પણ તે શરમ રાખ્યા વિના ડેડીયાપાડા ના પ્રાંત અધિકારીને લેખિત અરજી સુપ્રત કરીને વીજ કનેક્શન આપવાની શરૂઆત કરી દીધી હતી જેમાં ગઈકાલે બે જ કનેક્શન કાપવામાં આવ્યા જેમાં આ એન્ડ બી ડેડીયાપાડા ના તાબા હેઠળ નું સર્કિટ હાઉસ અને પાણી નું પંપીંગ સ્ટેશન નું કનેક્શન કપાતા ચકચાર મચ્યો હતો જે બાદ વન વિભાગની તમામ ઓફિસો તેમજ રહેઠાણો અને પાણી પુરવઠા વિભાગની તમામ ઓફિસો, ગ્રામ્ય કક્ષાએ ચાલતી ઓફિસો તાલુકા પંચાયત ઓફિસ ગ્રામ પંચાયતો મળી કુલ 52 જેટલી નોટિસ ફટકારી છે અને કુલ આઠ લાખ પચાસ હજાર રૂપિયા બાકી કાઢ્યા છે અને જો સમય મર્યાદામાં પૈસા નહીં ભરાય તો તેમના કનેક્શન કાપી નાખવાની જિંદગી પણ આપી છે
અને સિક્કાની બીજી બાજુ જોઈએ તો આ તમામ સરકારી અધિકારીઓ વૈભવી જિંદગી જીવે છે અને મોંઘી ગાડીઓમાં ફરે છે છતાં પણ સામાન્ય વીજ બીલ પણ ભરતા નથી અને જેના કારણે સરકારની જ એક કંપની વીજ કંપનીને વારંવાર ખોટના ખાડામાં ધકેલાતી હોવાથી ઉચ્ચ કક્ષાએથી આદેશ મળતા આવી જ કંપની આજે ત્રાટકી હતી અને તમામ સરકારી કચેરીઓને વીજ કનેક્શન કાપી નાખવા નોટિસો ફટકરતા વીજ કંપનીની કાર્યવાહીની સરેઆમ પ્રશંસા થઈ રહી છે કે જે કોઈ સરકારી ઓફિસરો કે સરકારી કર્મચારીઓ પણ સરકારી બિલના નાણાં ન ભરે તો તેની સામે લાલ આંખ કરવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે બીજી તરફ આ વીજ કંપની દ્વારા ઉનાળુ, ચોમાસે, શિયાળુ જેવી દરેક મોસમમાં 24 કલાક અવિરત કામગીરી કરતા હોવા છતાં પણ તેમના વાંક કાઢવામાં આવે છે . જ્યાં સરકારી અધિકારીઓ રાજકારણી નેતાઓ જ્યાં આરામ કરે છે તેવી જગ્યાએ એટલે રેસ્ટ હાઉસમાં પણ તેમના અધિકારીઓએ વીજ બિલ ન ભરતા કનેકશન કાપવામાં આવ્યું છે. અને પાણી વિભાગનું કનેક્શન કપાતા અમુક વિસ્તારમાં લોકોને પાણી વિના રહેવાનો વારો આવ્યો હતો