DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા 60 મહિલા ખેડૂતો ને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ડેડીયાપાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા 60 મહિલા ખેડૂતો ને માર્ગદર્શન આપવામાં આવ્યું.

તાહિર મેમણ – ડેડીયાપાડા- 12/08/2025 – મનુષ્યના સમતોલ આહાર માટે વ્યક્તિદીઠ દરરોજ આશરે 300 ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. ઝેર વિનાના, પ્રદૂષણમુક્ત, તાજા અને મનપસંદ શાકભાજી, ફળ તથા ફૂલ ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તેવા હેતુસર નવસારી કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા દ્વારા કિચન ગાર્ડન અને તેના ફાયદા વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. એચ. યુ. વ્યાસે પ્રાકૃતિક ખેતીની બ્રાન્ડિંગ, લોગો અને વેચાણ વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગૃહ વૈજ્ઞાનિક ડૉ. એમ. વી. તિવારીએ કિચન ગાર્ડનમાં બાયોચારનો ઉપયોગ, શાકભાજી, ઔષધીય તથા ફળ-ફૂલ પાકોના ઉછેરની વિવિધ પદ્ધતિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

 

આ તાલીમમાં દેડીયાપાડા, સાગબારા અને નાંદોદ તાલુકાની અંદાજે 60 મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!