લોક નિકેતન રતનપુર ખાતે મહિલા ગૌરવ તથા બાળ સુરક્ષા નીતિ અંતર્ગત એક દિવસીય સંવાદ કાર્યક્રમ યોજાશે
6 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
લોક નિકેતન રતનપુર ખાતે મહિલા ગૌરવ તથા બાળ સુરક્ષા નીતિ અંતર્ગત એક દિવસીય સંવાદ કાર્યક્રમ યોજાશે ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને બાળ હિતોની રક્ષા માટે જાહેર કરેલ મહિલા ગૌરવ નીતિ-૨૦૨૪ તથા બાળ સુરક્ષા નીતિ-૨૦૨૫ અંગે જન જાગૃતિ, અમલ અને નીતિની અસર અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આગામી ૧૧ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૯ કલાક થી લઈને સાંજે ૫ કલાક સુધી લોક નિકેતન, રતનપુર ખાતે એક દિવસીય સંવાદ કાર્યક્રમનું આયોજન કરાશે.
મહિલા ગૌરવ નીતિ- ૨૦૨૪ અંગે ગુજરાત સરકાર દ્વારા આ નીતિ સ્ત્રી-પુરુષ વચ્ચે સમાન અધિકાર, ફરજો, વિકાસની તકો અને વાજબી વળતર સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે. નીતિના અમલથી સામાજીક રૂઢિઓ, ભેદભાવ અને પૂર્વગ્રહો દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. આ કાર્યક્રમમાં અવાજ’ સંસ્થા, અમદાવાદના ડૉ. ઝરણા પાઠક તથા પર્યાવરણ મિત્ર પ્રો. મહેશ પંડ્યા ઉપસ્થિતોને માર્ગદર્શિત કરશે.
બાળ સુરક્ષા નીતિ-૨૦૨૫ અંગે બાળકોના અધિકાર, સુરક્ષા અને હિંસામુક્ત જીવન માટે ગુજરાત સરકારે ૧ એપ્રિલ ૨૦૨૫થી નીતિ અમલમાં મૂકી છે. ૩૦ જૂન ૨૦૨૫ સુધી જાહેર જનતા તરફથી મંતવ્યો આમંત્રિત કરેલ છે. આ બાબતે નિષ્ણાતો સાથે પરામર્શ કરીને આ અંગે ગણતર’ સંસ્થાના સ્થાપક સુખદેવભાઈ પટેલ અને પ્રયાસ’ સંસ્થાના સ્થાપક પ્રો. રાજેશ ભટ્ટ ઉપસ્થિતોને માર્ગદર્શન આપશે.સમગ્ર કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ-પાલનપુર, સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટીસ-બનાસકાંઠા, લોકનિકેતન- રતનપુર, યુવા જાગૃતિ અભિયાન,બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાશે.