DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા જમીન વિવાદ માં પાવડા વડે હુમલો – બીજી ઘટના માં 1 બહેન ઘુમ

ડેડીયાપાડા જમીન વિવાદ માં પાવડા વડે હુમલો – બીજી ઘટના માં 1 બહેન ઘુમ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 02/05/2025 – નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા માં બે અલગ ઘટનાઓ સામે આવી છે. દેડિયાપાડા તાલુકાના મોહબી ગામમાં જમીન વિવાદમાં એક વ્યક્તિએ પોતાના ભાઈ અને ભાભી પર પાવડા વડે હુમલો કર્યો હતો.જયારે બીજી ઘટના માં 20 વર્ષ ના નંદની બેન ઘુમ થયાં છે.
મોહબી ગામના ​​​​ગુલીબેન વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના ઘરના આંગણામાં હતા, ત્યારે તેમના દિયર કમલેશભાઈ વસાવાએ જમીનના ભાગ બાબતે ઝઘડો કર્યો હતો. કમલેશભાઈએ ગુલીબેનને માથા અને હાથના કાંડા પર પાવડા વડે મારી ઈજા પહોંચાડી હતી. તેમણે વસંતભાઈને પણ માથાના ભાગે પાવડાથી ગંભીર ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત દંપતી હાલ સુરતમાં સારવાર હેઠળ છે.

જયારે બીજી ઘટનામાં દેડિયાપાડા ખાતેથી 20 વર્ષીય નંદિનીબેન નરેશભાઈ પારધી રાત્રે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા છે. નંદિનીબેનના પિતા નરેશભાઈએ પોલીસને જાણ કરી છે. રાજપીપળા અને દેડિયાપાડા પોલીસે બંને મહિલાઓની શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!