
દેડીયાપાડા મગરદેવ ગામે વધુ પડતા વરસાદના કારણે ઘર ને નુકસાન થતા સમાજસેવકો મદદે આયા.
તાહિર મેમણ -10/09/2025 – દેડીયાપાડા તાલુકાના મગરદેવ ગામે વધુ પડતા વરસાદના કારણે ભરતભાઈ દમણીયાભાઈ વસાવા નાઓનું ઘર પડી જતા તેઓનુ અનાજ પાણી તેમજ ઘરના સરસામાનને ઘણુ નુકસાન થવા પામેલ જે અંગેના સમાચાર દક્ષિણ ગુજરાતના અલગ અલગ તાલુકાના શિક્ષિત આદિવાસી યુવાનો દ્રારા ભેગા મળી બનાવવામાં આવેલ પ્રકૃતિ પુજક સામાજિક આદિવાસી ગ્રુપbનાઓને મળતા ગ્રુપના પ્રમુખ મંજુલાબેન ડી વસાવા ગામ ઝરાવાડી તા.ઉમરપાડા તથા ગ્રુપના ઉપ પ્રમુખ અરવીંદભાઇ એચ વસાવા ગામ જામ્બાર તા.દેડીયાપાડા નાઓની માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ પુજક સામાજિક આદિવાસી ગ્રુપના સભ્ય (જગદીશભાઇ વસાવા , જયરામભાઇ વસાવા , જીતુભાઇ વસાવા ) તેમજ અન્ય મિત્રો દ્રારા તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ મગરદેવ ગામે જઇને ભરતભાઈ વસાવા નાઓને જરુરીયાત મુજબનુ અનાજ પાણી પહોંચાડી સામાજિક ભાવના તેમજ માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવેલ છે.




