GUJARAT

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સદનમાં આદિવાસી સમાજના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી અલગ ભીલ પ્રદેશની માંગ કરી 

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સદનમાં આદિવાસી સમાજના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી અલગ ભીલ પ્રદેશની માંગ કરી

 

“આદિવાસીઓ ના વહીવટ, નિયંત્રણ, અને કલ્યાણકારી યોજનાઓ માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી ની મહત્વ ની ભૂમિકા હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી જ હોવા જોઈએ, પણ આ કમિટી નાં અધ્યક્ષ પણ બિન આદિવાસી છે” ધારાસભ્ય ચૈતર વસાવા

 

“ટ્રાઇબલ એડવાઈઝરી કમિટી ની મીટીંગ પણ સમાયંતરે કરવામાં આવતી નથી” ધારાસભ્ય ચૈતર વસાવા.*

 

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે રાજ્યપાલ અને સભ્ય ગણપતભાઈ વસાવાએ આદિવાસી સમાજના સ્વાભિમાનની વાતો કરી હતી પરંતુ દેશ આઝાદ થયાને 77 વર્ષ થયા છે તેમ છતાં પણ આજે બંધારણના આર્ટિકલ 244 (1) અંતર્ગત અનુસૂચિ પાંચનો અમલ થયો નથી. સાથે સાથે પેસા એક્ટની પણ અમલવારી થઈ નથી. સાથે સાથે ટ્રાયબલ એડવાઈઝરી કમિટીમાં આદિવાસી સમાજના વિકાસ માટે કમિટીના અધ્યક્ષ પણ આદિવાસી હોવા જોઈએ પરંતુ આજે બીજા સમુદાયના વ્યક્તિ છે, અને આદિવાસીઓના વિકાસ માટે આ કમિટીમાં સમયસર મિટિંગનું પણ થતી નથી. આજે રાજ્યપાલ દ્વારા ગૃહમાં સુજલામ સુફલામ યોજના વિશે વાત કરવામાં આવી પરંતુ નર્મદા યોજનામાં જે લોકોની જમીનો ગઈ છે તેમને આજ સુધી વળતર મળ્યું નથી. રાજ્યપાલે કહ્યું કે 500 કિલોમીટર દૂર સુધી સૌરાષ્ટ્રમાં પણ લોકોને પાણી પહોંચાડવામાં આવશે, પરંતુ 50 km દૂર વસવાવાળા આદિવાસી વિસ્તારમાં આજે દિન સુધી પાણી પહોંચ્યું નથી. આજે અમારે શાળાઓ માટે, શિક્ષકો માટે, દવાખાનાઓ માટે, ડોક્ટરો માટે, દવાખાનાના સાધનો માટે, રોડ રસ્તા માટે, રોજગારી માટે, પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે છે. પરંતુ હવે અમે આવેદન-નિવેદન કરવાના નથી અને દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અને આદિવાસી લોકોને આપવામાં આવે તેવી અમે માંગ કરી છે. પહેલાના સમયમાં ભીલપ્રદેશ હતો પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન બનવાથી તે ચાર રાજ્યોમાં વિભાજીત થઈ ગયો છે. આજે પણ આ ચારેય રાજ્યોમાં વસવાવાળા આદિવાસી લોકો કોઈપણ બોર્ડરમાં બંધાયા વગર સમાન રીતે રીતિ રિવાજોમાં જોડાયેલા છીએ. સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે. માટે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ દેશમાં 29મું રાજ્ય બને એની માંગ આજે અમે વિધાનસભા ગૃહમાં કરી છે.

Back to top button
error: Content is protected !!