DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – જીવદયા પ્રેમી ભાવિનભાઈ ઍ અજગર ને CPR આપી જીવ બચાવાયો.

ડેડીયાપાડા – જીવદયા પ્રેમી ભાવિનભાઈ ઍ અજગર ને CPR આપી જીવ બચાવાયો.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/12/2025 – ડેડીયાપાડા ના બોગજ ગામે ખાતે એક જ અજગર બેભાન હાલતમાં છે તેવો કોલ મળતા ડેડીયાપાડા ના એક જીવદયા પ્રેમી ભાવિનભાઈ વસાવા ઘટના સ્થળે પહોંચીને પોતાના જીવ ની પરવા કર્યા વિના મોઢા થી પાઈપ લઈ તેના મુખ માં ફૂંકો મારી CPR આપી જીવ બચાવ્યો લોકો એ બિરદાવ્યો.

 

પ્રાપ્ત વિગત મુજબ બોગજ ખેતર માં અગજર દેખાતા ત્યાંના ગ્રામજનો એ એ ટેલિફોન થી ડેડીયાપાડા ના જીવા દયા પ્રેમી ભાવિન ભાઈ ને જાણ કરતા તેઓ તથા તેમની ટીમ સ્થળ પર પહોંચીને અજગરનો રેસક્યુ કર્યું ત્યારબાદ એને જંગલમાં છોડવા ગયા ત્યારે અજગર બેહોશ હાલતમાં અમને દેખાયો ત્યાર પછી અજગર ને ફોરેસ્ટ વાલા ની નર્સરીમાં લઈ ગયા ત્યાં જઈને ભાવિન વસાવા એ પોતાના જીવની પરવા કર્યા વિના એક નાનકડા પાઇપ ના ટુકડાથી પોતાના મોઢાથી અજગરના મોઢામાં ફુકો મારીને અડધો કલાક સુધી સીપીઆર અજગર ને આપ્યું જેથી અજગર થોડી વારમાં અજગરને હોસ આવ્યો ત્યાર પછી ફરી વાર ભાવિન ભાઈએ આ અજગર ને પકડ્યો અને પાછોફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની ટીમ સાથે જંગલમાં એને સુરક્ષિત છોડી દીધો. પરંતુ આ ઘટનાથી ભાવિનભાઈ આટલી સેવા કર્યા બાદ પણ તેમને વન વિભાગ તરફથી કોઈપણ જાતનું પુરસ્કાર તો મળતું જ નથી કે નથી કીટ મળતી અને તેઓ પોતાના પૈસાથી આ બધા કામો કરે છે જેમાં તેમના જીવનો જોખમ છે છતાં પણ એક નિર્જીવનો જીવ બચાવવા માટે તેઓ ભગીરથ સેવા કાર્ય કરી રહ્યા છે તેને બિરદાવાની જગ્યાએ વન વિભાગ તેમને આ કામ કરવા દેતું નથી

 

આ બાબતે ભાવિન કપૂર વસાવા એ જણાવ્યું હતું કે મને આ કામ કરવામાં હવે ખૂબ જ દુઃખ થાય છે મને આ કામ કરવા માટે નથી વન વિભાગ દ્વારા લાયસન્સ આપવામાં આવતું કે નથી કે આવા નિર્દોષને પકડવાની પરમિશન પણ નથી મળતી કે નથી

કીટ આપવામાં આવતી કે નથી વળતર આપવામાં આવતું. હું મારી જિંદગીના જોખમ આ કામ કરું છું છતાં પણ વન વિભાગને ગમતું નથી અને મારા કામમાં કોઈ સહકાર મળતો નથી જેથી તમામ લોકોને અપીલ કરી છે કે હવે પછી જ્યારે પણ કોઈ પણ ઝેરી જંગલી સાપ કે અજગર મળી આવે તો વન વિભાગને જ કોન્ટેક કરવો મારો કોન્ટેક કરવો નહીં તેવું દુઃખ સાથે તેમણે જણાવ્યું હતું અને હું હવેથી આ કામ આજથી જ છોડી દઉં છું તેવી વાત કરી હતી એટલે હવે જ્યારે પણ આવા કિસ્સા બનશે ત્યારે નિર્દોષ સર્પ જાતિ અને બચાવી અશક્ય બની જશે તેઓ લાગી રહ્યો છે હવે શા માટે વન વિભાગ આડોડાઈ રાખે છે તે બાબતે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા કોઈપણ મળી આવ્યો નહોતું જેથી વન વિભાગ મત જાણી શકાયો નથી હવે આવનાર દિવસોમાં સમગ્ર તાલુકામાં નિસ્વાર્થ ભાવે નિશુલ્ક કામ કરતા ભાવિનભાઈ વસાવા અને તેમની ટીમ આ કાર્ય છોડવાની જાહેરાત કરી છે જેથી લોકોમાં ખુશી સાથે દુઃખની પણ લાગણી છવાયેલી જોવા મળી હતી

Back to top button
error: Content is protected !!