
વિજાપુર મેદરાપુરા ગામથી અવર જવર કરતા 100 થી વધુ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બસ મૂકી સુવિદ્યા કરાઇ
બસ ને ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કોટડી ના પરા વિસ્તાર મેદરાપુરા ગામથી ત્રણ કિલો મીટર ચાલી શાળામાં અભ્યાસ કરવા જતા 100 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શાળા માં સમયસર પોહચવા માટે ઘણા સમયથી મુશ્કેલીઓથી પીડાતા હતા. ઘણી વખત વિદ્યાર્થીઓને સમયસર શાળામાં નહિ પોહચાવા ના કારણે શરૂઆત ના વિષયો છૂટી જતાં હતાં. જે બાબતે ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા વાહન વ્યવહાર વિભાગ તેમજ સ્થાનીક ધારાસભ્ય સીજે ચાવડા ને રજૂઆત કરવા મા આવી હતી. ગ્રામજનો ની રજૂઆત ને લઈ ધારાસભ્ય એ તંત્ર ને ભલામણ કરતાં બાળકો ના અભ્યાસ ઉપર અસર ના પડે અને સમયસર શાળા માં પોહચી શકે તે માટે અંતરિયાળ વિસ્તાર મેદરાપુરા ના વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બસ મૂકવા મા આવી હતી. ધારાસભ્ય એ મૂકવા મા આવેલ બસ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડેપો મેનેજર ચૌધરી પૂર્વ જીલ્લા કારોબારી ચેરમેન હિતેન્દ્ર સિંહ પરમાર તેમજ પૂર્વ જીલ્લા સદસ્ય આચાર્ય કનક સિંહ વિહોલ તાલુકા સદસ્ય પૂર્વ તલાટી મનુજી ચાવડા સરપંચ સહિત રાજકીય અગ્રણીઓ ડેપો ના કર્મચારીઓ સહિત લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. ગામ માં બસ મૂકી ને સુવિદ્યા મળતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમા શાળામાં જવા માટે રાહત ઊભી થઈ હતી.



