ડેડીયાપાડા થી મોવી રોડ બિસ્માર

0
24
વાત્સલ્યમ્ સમાચાર

ડેદીયાપાડા થી મોવી રોડ બિસ્માર

IMG 20230914 WA0306

તાહિર મેમણ : ડેડીયાપાડા – 14/09/2023 – ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર પૂરેલા મોટા મેટલો ને કારણે લોકો ના ટાયરો ફાટી જઈ અકસ્માત ની ઘટના વધી

 

 

ગુજરાતમાં અને ડેડીયાપાડા માંઆ વર્ષે વરસાદની તો વધુ થયો જ નથી છતા પણ. સામાન્ય વરસાદે ભલભલા ભ્રષ્ટાચારીઓની પોલ ખુલ્લી પાડી દીધી છે.જેમાંથી મોવી નો રોડના કામમાં વેઠ ઉતારવી અથવા ભ્રષ્ટાચાર કરવો ડેડીયાપાડા થી મોવી (રાજપીપળા) જતા માર્ગ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને પૂરવા માટે સ્ટેટ આર એન્ડ બી ના સત્તાવાળા ઓ દ્વારા આ ખાડા ઉપર મેટલ પૂર્રવામાં આવ્યા જેના ઉપર રોલર ફેરવવામાં ન આવતા આ રોડ ઉપરના મેટલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે અને ખુલ્લે આમ વિખરાયેલા મેટલો ને કારણે ટુ વ્હીલર ફોરવીલર કે પછી હેવી ગાડીઓ ના ટાયરો ફૂટવાની ઘટના રોજ બની રહી છે જેના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું છે સ્પીડમાં જતી ગાડી અચાનક ટાયર ફાટે તો આજુબાજુ વાળાને પણ નુકસાન થાય છે અને અકસ્માત પણ થાય છે અને આ ચોમાસા માં સંખ્યાબંધ અક્સમત આ રોડ પર થવા છતાં પણ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કે સ્ટેટ આર એન બી ના ભ્રષ્ટ અધિકારીઓને સહેજ પણ દેખાતું નથી આ રોડ પર આવતા નેતાઓને પણ આ રોડ દેખાતો નથી જેથી સાગબારાના ડેડીયાપાડાથી જિલ્લા કક્ષાએ જતા આવતા લોકો અને રોજીંદુ અપડાઉન કરતા લોકો સહિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવા આવતા લોકો આ રોડ પર આવતા જ ત્રાહિમામ પોકારી જાય છે , અને દર વર્ષે યાતના નો ભોગ બને છે હવે તો લાગી રહ્યું છે કે મોવી ડેડીયાપાડા રોડ બનાવનાર અને તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કદાચ લોકોને ફરજ પડશે તેવું લાગી રહ્યું છે

 

Box

આ બાબતે ડેડીયાપાડા થી મોવી જતો 17 કિલોમીટરનો રસ્તા ના આ કામમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાથી અથવા તો નીચલી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાથી જીલ્લા માં પડેલા પહેલાજ વરસાદમાં રોડ પર મોટો ખાડા પડી ગયા હતાં તે ઉપરાંત રોડની સાઈડની સાઈડ સોલ્ડરિંગ પણ યોગ્ય રીતે ના કરતા આ રોડ સંપૂર્ણ બિસ્માર બન્યો છે અને રોડ ઉપર ઠેર ઠેર ખાડા પુરવાના મેટલો બિનવારસી હાલતમાં વિખરાઈને પડ્યા છે જેનાથી ટુ વ્હીલર ચાલકતો પોતાની ગાડી પણ ચલાવી નથી શકતો નથી કરી

પણ આટલા બધા રૂપિયા વાપર્યા છતાં પણ રસ્તો કોના પાપે તૂટી જાય છે અથવા રોડ પર ખાડા કેમ પડી જાય છે. તે મોટો સવાલ છે. અને આ પછીની કામગીરી પણ વેઠ ઉતારવા સમાન જ છે મોટા મોટા કપચા જે પાથરી દેવામાં આવે છે જેના કારણે નાની મોટી તમામ ગાડીઓના પંચર પડવા ના બનાવો બને છે આ એજન્સી પાસે ફરીથી રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે

 

એડવોકેટ એન્ડ નોટરી

હિતેષ ભાઈ દરજી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here