
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી ખાતે ગ્રામ પંચાયતના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું – ગુજરાતમાં 2266 ગ્રામ પંચાયત નું ઇ ખાતમુહૂર્ત
સરકાર ધ્વારા વિવિધ યોજનો થકી ગુજરાતને ગૌરવવંતી અને વિકસિત બનાવવા માં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી ના વરદ હસ્તે ગુજરાત ના વિવિધ જિલ્લાઓ હેઠળ ગુજરાતમાં 2266 ગ્રામ પંચાયત નું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 114 ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત મેઘરજ તાલુકાની ઇસરી ગ્રામ પંચાયત ના નવીન મકાનનું આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી પી સી બરંડા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા ની ખાસ ઉપસ્થિતિ માં નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના તેમજ તાલુકાના વિવિધ અધિકારીઓ , સંગઠન ના હોદ્દેદારો, ગ્રામ પંચાયત ના સરપંચ સહિત,સભ્યો,તેમજ ગ્રામજનો અને કાર્યકરો હાજર રહયા હતા




