
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ તાલુકાના વાડ ગામના વડ ફળિયા વિસ્તારમાં આવેલા ગામના ખેડૂત વલ્લભભાઈ મોહનભાઈ આહીરની આંબાવાડીમાં વીજપોલ ઉપરથી તૂટેલો જીવંત વીજતાર જમીન ઉપર પડ્યો હતો.આ વાડીમાં રાત્રિના સમયે આશરે દોઢ વર્ષનો દીપડો, સંભવતઃ શિકારની શોધમાં આવ્યો હતો. દુર્ભાગ્યવશે તે તૂટેલા વીજતારના સંપર્કમાં આવતા તેને વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તરત જ ચીખલી વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃત દીપડાનું કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પીએમ બાદ વન્યજીવ નિયમો અનુસાર દીપડાની અંતિમ વિધિ કરવામાં આવી.આ ઘટનાથી વીજતંત્રની સલામતી અંગે પ્રશ્નો ઊભા થાય છે અને વન્યજીવ સુરક્ષાની દૃષ્ટિએ આવી દુર્ઘટનાઓ ટાળવા તંત્રોને જરૂરી પગલાં લેવાની જરૂર છે.



