અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચાલકો પાસે ઉઘરાણી કરતા હોય તેવા વિડિઓ વાયરલ..!! પોલીસ વડા દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ
અરવલ્લી જિલ્લામાં રાત્રી સમય દરમિયાન વાહન ચાલકો પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હોય તેવા વિડિઓ એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યા હતા જેને લઇ અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ સહીત અન્ય પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ સાથે પોસ્ટ કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા શામળાજી નેશનલ હાઇવે પર વાંટડા ટોલ ટેક્સ પાસે દરરોજ રાત્રે ગેરકાયદેસર રીતે ઉઘરાણી થાય છે..!! રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી ચાલે છે પોલીસની ઉઘરાણી.જેમાં પોલીસ વાહનો ચાલકો પાસેથી ઉઘરાણી કરતી હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સામે અગાઉ પણ અનેકવાર ફરિયાદો થઈ છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ ઉલ્લેખ થયો છે. આ બાબતે જાગૃત નાગરિક આશુતોષ રાઠોડ સામાજીક કાર્યકર દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવેં તેમ જણાવ્યું હતું.