વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતા આદિમ જુથ આદિવાસી પરિવારો અત્યંત પછાત, ગરીબ અને જમીન વિહોણાં છે. ભૂતકાળમાં કેટલાક પરિવારોને ઈન્દિરા આવાસ યોજના હેઠળ મકાનો મળ્યા હતા, પરંતુ હવે તે મકાનો જર્જરિત થઈ ગયા છે અને પરિવારો મોટા થતા નવા મકાનોની ખુબજ જરૂર છે.જેથી આવા પરિવારોને આવાસ તેમજ પાયાની સુવિધા આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશિનભાઈ પટેલ,તાલુકા પંચાયત સભ્ય વિભાબેન જયેશભાઈ પટેલ,પુરવભાઈ તળાવિયા સહિતના આગેવાનો અને આદિમજૂથના લોકોએ રેલી સ્વરૂપે સૂત્રોચાર સાથે સેવા સદન પહોચ્યા હતા.મામલતદારને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ આદિમ જુથના લોકો અશિક્ષિત અને જમીન વિહોણાં હોવાથી જાતિ દાખલા તથા અન્ય દસ્તાવેજ મેળવવામાં મુશ્કેલીઓ પડે છે. આ સમાજમાં અલ્પ પ્રમાણમાં જ શિક્ષણ છે અને મોટા ભાગે આર્થિક રીતે ખુબજ નબળા છે. લગભગ ૯૫% પરિવારો રોજંદી મજૂરી કરીને જ ગુજરાન ચલાવે છે. મોટાભાગના પરિવાર ગામના ગૌચરણ કે જંગલ ખાતાની જમીન પર રહે છે.
આદિમ જુથ પાસે પોતાની માલિકીની જગ્યા નથી, જેના કારણે તેઓ સરકારી આવાસ યોજનાની સુવિધાથી વિચત છે.તેઓ શિક્ષિત નથી, જેના કારણે પોતાની ઓળખ (જાતિ દાખલા, આધાર કાર્ડ, આયુશ્માનકાર્ડ વગેરે) થી પણ વંચિત રહે છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં પરિવારો ગરીબી રેખા હેઠળનું જીવન જીવે છે, અને તેમનું સામાજિક, આર્થિક તથા શૈક્ષણિક રીતે જીવન ધોરણ ખુબજ નબળું છે. સરકાર દ્વારા ખાસ પગલાં લઈ આ પરિવારોને આવાસ, સ્વચ્છ પાણી, શિક્ષણ, રોજગારી અને પાયાની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો તેમના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો આવી શકે છે.ખાસ કરીને તાલુકાના વિવિધ ગામોના પરિવારની સમસ્યા ઉકેલવા રજૂઆત – ખાસ કરીને ખેરગામ લોટી ફળિયા રસ્તા, પાણી અને આવાસની સુવિધાનો અભાવ છે.,કાકડવેરી ગામ ઘણાં પરિવારોને આવાસ યોજનાનો લાભ મળ્યો નથી તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા છે.,તોરણવેરા ગામ ઘણાં કુટુંબો આવાસ વિહોણા છે,પાટી ગામ→ જમીન માલિકી ન હોવાથી આવાસ યોજના મંજુર થવામાં મુશ્કેલી આવે છે