Rajkot: ધો. ૦૫ના માલિયાસણ કલસ્ટરના ૩૭ વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ પરીક્ષામાં ઉતીર્ણ
તા.૯/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ સૂત્રને રાજકોટ તાલુકાના માલિયાસણ કલસ્ટરની સરકારી પ્રાથમિક શાળાઓના તેજસ્વી તારલાઓએ સાર્થક કર્યું છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે, તે હેતુસર ધો. ૦૫ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ (C.E.T. – કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)નું આયોજન કરાય છે. જેમાં માલિયાસણ કલસ્ટરના ૩૭ વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવીને માલિયાસણ કલસ્ટરનું નામ રોશન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે માલિયાસણ તાલુકા શાળાના ૦૯, ખેરડી પ્રાથમિક શાળાના ૦૯, ખીજડીયા પ્રાથમિક શાળાના ૦૭, ગુંદા પ્રાથમિક શાળાના ૦૫, સણોસરા પ્રાથમિક શાળાના ૦૪, પીપળીયા પ્રાથમિક શાળાના ૦૨ અને તરઘડીયા પ્રાથમિક શાળાના ૦૧ વિદ્યાર્થી એમ કુલ ૩૭ વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થયા છે. તેમજ શ્રી નક્ષ સુવાગીયાએ ૯૮ ગુણ સાથે સમગ્ર રાજકોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જે બદલ સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી તુષારભાઈ પાઠકે વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, વાલીઓને અભિનંદન પાઠવ્યા છે, તેમ સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રીની યાદીમાં જણાવાયું છે.