કિરીટ પટેલ બાયડ
અધર્મની શક્તિ ઉપર ધર્મના વિજયના પ્રતિક રૂપે સમગ્ર દેશમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે પ્રભુ શ્રી રામે રાવણનો સંહાર કરીને ધર્મની વિજય પતાકા લહેરાવી હતી તે દિવસથી સમગ્ર દેશમાં દશેરા નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે શસ્ત્ર પૂજન નું પણ ખૂબ જ મહત્વ રહેલું છે
બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાયડ તાલુકા પંથક માંથી મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ક્ષત્રિય આગેવાનોએ શાસ્ત્રોક વિધિ મુજબ પરંપરાગત શસ્ત્રોનું પૂજન કર્યું હતું