BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના અપનાઘર સોસા.માં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો, નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.

ભરૂચની અપનાઘર સોસાયટીનો બનાવ, દુષિત પાણીના કારણે રહીશો પરેશાન, સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો, અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા, હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં

ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ આપના ઘર સોસાયટીમાં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યુ છે.આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે.

Back to top button
error: Content is protected !!