વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ડોન હિલ સ્ટેશન ખાતે જીયોના ટાવરની કનેક્ટિવિટી શરૂ કરવામાં આવે તથા અન્ય કંપનીનાં ટાવરો ઉભા કરવામાં આવે તેવી માંગ સાથે ડોન ગ્રામ પંચાયતનાં લેટરપેડ પર ડાંગ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી તેમજ આ રજૂઆતમાં લોકોને પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.ડોન ગામની ગ્રામસભા તા. 03/09/2025નાં રોજ ડોન પ્રાથમિક શાળા ખાતે ડોન ગ્રામ પંચાયતનાં સરપંચનાં અઘ્યક્ષ સ્થાને યોજાયેલ હતી.ત્યારે છેલ્લા 10 વર્ષ પહેલાથી અહી જીયોનો ટાવર ઉભો કરવામાં આવેલ છે.જે ટાવર આજ દિન સુધી શરૂ કરવામાં આવેલ નથી.આ ગ્રામસભામાં ડોન જીલ્લા પંચાયતનાં સદસ્ય એવમ જીલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ બીબીબેન રમેશભાઈ ચૌધરીએ ડોનની ગ્રામસભામાં જણાવેલ કે, સરકારમાં તથા ડાંગ જીલ્લાના ધારાસભ્ય વિજયભાઈ આર. પટેલને અને (સાંસદ સભ્ય)ને વારંવાર લેખીત તથા મૌખીક રજુઆત કરવા છતા પણ સરકાર તથા જીયો ટાવરનાં સંચાલકો દ્વારા તેઓની રજુઆતને ધ્યાને લીધેલ નથી.અને સમસ્યાનો કોઈ પણ ઉકેલ આજ દિન સુધી લાવવામાં આવેલ નથી.ત્યારે ડોન ગામની ગ્રામસભામાં સર્વ સંમતીથી સર્વોનુમતે ઠરાવેલ છે.અને 4 મુદ્દાઓ સર્વાનુમતે ઠરાવ કરી મંજુર કરવામાં આવેલ છે.જે મુદ્દાઓ જોઈએ તો ડોન ગામે 10 વર્ષ પહેલા જીયો કંપનીએ ટાવર ઉભો કરવામાં આવેલ છે.જે ટાવર દિન – 15મા શરૂ કરવામાં નહી આવે તો આ ટાવર રદ કરવામાં આવે તથા ડોન ગામનાં રહીશો દ્વારા જીલ્લા સમાહર્તાને આવેદન પત્ર આપી ઠરાવેલ છે કે ડોન ગામે બી.એસ.એન.એલ.નો,અથવા એરટેલ કંપનીનો નવો ટાવર મંજુર કરી આપવા બાબત.તથા ડોન ગામના ગ્રામજનો એ ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવેલ છે કે,જો ઉપરોકત જણાવેલ મુદ્દાઓ સંતોષવામાં અથવા (નિકાલ) કરવામા નહી આવે તો આગામી સ્થાનિક સ્વરાજયની તાલુકા/જિલ્લા પંચાયતની ચુંટણીનો બહીષ્કાર કરવામાં આવશે જે તા.03/09/2025ની ડોન ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરવામા આવેલ છે.ડાંગ કલેકટર ઉપરોકત જણાવેલ 4 મુદ્દાઓને ધ્યાનમાં લઈ દિન-15માં નિર્ણય લઈ લોકહીતને પણ ધ્યાને લઈ ન્યાયીક નિર્ણય કરે તેવી લોક માંગ ઉઠી છે..