BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ : વડોદરા ગેંગરેપના આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની સમસ્ત મુસ્લિમ સમાજની માંગ…

સમીર પટેલ, ભરૂચ

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ચકચારી સામૂહિક દુષ્કર્મની ઘટનાનો મામલો

મૂળ ઉત્તર પ્રદેશના 3 વિધર્મી આરોપીઓની ધરપકડ

ઘટનાના પગલે રાજ્યભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો

સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજનું વિરોધ પ્રદર્શન

વિધર્મી નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ, આ ઘટનાને લઇ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જ્યારે આ ઘટનાના પગલે રાજ્યભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે વિધર્મી નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વડોદરા દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી હતી.

Back to top button
error: Content is protected !!