BODELICHHOTA UDAIPURGUJARAT

*બોડેલી તાલુકાના લઢોદ ગામે ચાર કિલોમીટરનો રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ

બોડેલી તાલુકા હેઠળ આવેલા લડોદ, ધારોલી સહિતના ગામોને માકણી ગામ સાથે જોડતો અંદાજે ચાર કિલોમીટરનો રસ્તો હાલમાં અત્યંત જર્જરીત હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તો અગાઉ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હતો અને ત્યાંથી બસની પણ અવરજવર હતી, પરંતુ લાંબા સમયથી કોઈ જાળવણી ન થવાને કારણે રસ્તો બિસ્માર બની ગયો છે.

  1. રસ્તાની હાલત એવી છે કે હાલમાં બાઈક, 108 એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પસાર થવું શક્ય નથી. લડોદ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ન હોવાથી ગ્રામજનોએ સારવાર માટે માકણી સરકારી દવાખાને જવું પડે છે, જેના માટે 15 થી 20 કિલોમીટરનો ફેરો મારવો પડે છે.
  2. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહિલાઓનું કહેવું છે કે પ્રસૂતિ માટે માકણી દવાખાને લઈ જતી વખતે રસ્તામાં જ ડિલિવરી થવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
  3. રસ્તાની સમસ્યાને લઈને ગ્રામજનોએ અગાઉ પંચાયત, સેવા સદન સહિત અનેક સ્થળે રજૂઆત કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ પરિસ્થિતિને લઈને લડોદ ગામના ગ્રામજનો ભેગા થયા હતા અને માકણીથી લડોદ સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો તાત્કાલિક બનાવવા માટે સૂત્રોચાર કર્યા હતા.
  4. ગ્રામજનોની માંગ છે કે જો આ ચાર કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવે તો માકણી સરકારી દવાખાને પહોંચવું સરળ બને અને દર્દીઓ તેમજ મહિલાઓને થતી મુશ્કેલીઓથી રાહત મળે. સરકાર તાત્કાલિક પગલા ભરે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.
  5. રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!