દિયોદર ગ્રામ પંચાયતે હોળી ધૂળેટી તહેવાર પહેલા ગામને સ્વચ્છ બનાવવાનું બિંદુ ઝડપ્યું

“એક કદમ સ્વચ્છતા કી ઔર….ગામની રોનક બદલાઈ”
દિયોદર ગ્રામ પંચાયતે હોળી ધૂળેટી તહેવાર પહેલા ગામને સ્વચ્છ બનાવવાનું બિંદુ ઝડપ્યું
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
•સરપંચે ઘરની જેમ ગામને પણ સ્વચ્છ રાખવા અપીલ કરી
મારું ગામ સ્વચ્છ ગામ ની કહેવત ને દિયોદર ગ્રામ પંચાયતે સાબિત કરી બતાવી છે દિયોદર શહેરમાં છેલ્લા કેટલાય સમય થી ગ્રામ પંચાયત ના સ્વચ્છતા અભિયાન થકી ગામને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ સાકર થવા પામ્યો છે દિયોદર ગ્રામ પંચાયત મહિલા સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા ના નેતૃત્વ હેઠળ હોળી ધૂળેટી તહેવાર પહેલા સમગ્ર દિયોદર શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દિયોદર જૂના બસ સ્ટેશન,જૂની માર્કેટ યાર્ડ,આઝાદ ચોક,પોલીસ સ્ટેશન લાઇન,મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન વિસ્તાર સહિત વિવિધ સોસાયટીઓમાં સફાઈકામદારો દ્વારા સફાઈ કરી ગામને સ્વચ્છ રાખવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે દિયોદરમાં સફાઈ થકી સુંદર કામગીરી કરવામાં આવતા ગ્રામ પંચાયતના આ અભિયાન નો સૌ કોઈ નગરજનોએ આભાર વ્યક્ત કર્યો છે
*સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદનું મળે છે નિવારણ*
દિયોદર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત દ્વારા જલ્દી યોગ્ય નિવારણ મળે તે હેતુ થી સોશિયલ મીડિયામાં દિયોદર ગ્રામ પંચાયત સચિવાયલ નામનું એક ગ્રુપ એક્ટિવ કરવામાં આવ્યું છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત ને લગતા પાણી તેમજ સ્વછતા ને લગતા દરેક પ્રશ્નો નું નગરજનો રજૂઆત કરી શકે છે જેમાં ગ્રુપમાં ફરિયાદ નું જલ્દી નિવારણ તે માટે સરપંચ સહિત સભ્યો ની ટીમ 24 કલાક એક્ટિવ રહે છે જિલ્લામાં એક માત્ર ગ્રામ પંચાયત છે જે સોશિયલ મીડિયાના માધ્યમ થી ચાલે છે





