દિયોદર નવીન રેલ્વે ઓવરબ્રિજ નું પ્રાંત અધિકારીએ આર એન્ડ બી ડિવિઝન ટીમો ને સાથે રાખી સ્થળ ચકાસણી કરી
ગંભીરા પુલ દુર્ઘટના ને ધ્યાને લઈ જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાતા
દિયોદર નવીન રેલ્વે ઓવરબ્રિજ નું પ્રાંત અધિકારીએ આર એન્ડ બી ડિવિઝન ટીમો ને સાથે રાખી સ્થળ ચકાસણી કરી
સ્થળ નિરીક્ષણમાં મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટ કરાશે
તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટના ને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા બનાસકાંઠા માં આવેલા તમામ બ્રિજ , નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટકલ્ચર સેફ્ટી ઓડિટ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગો ને નિર્દશો અપાયા છે જેમાં દિયોદર પ્રાંત અધિકારી અને માર્ગ અને મકાન વિભાગ ની ટેકનિકલ ટીમને સાથે રાખી દિયોદર નવીન રેલ્વે ઓવરબ્રિજ નું નિરીક્ષણ કર્યું હતું
દિયોદર પ્રાંત અધિકારી ડી એન કાછડ અને મામલતદાર સહિત માર્ગ અને મકાન વિભાગ ની ટેકનિકલ ટીમો શુક્રવારે દિયોદર નવીન રેલ્વે ઓવરબ્રિજ નું નિરીક્ષણ કરવા પોહચી હતી જેમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવીન રેલ્વે ઓવરબ્રિજ નું સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં નિરીક્ષણ કર્યા બાદ કોઈ પણ પુલમાં કોઈ મોટી ખામીઓ જોવા મળી નહતી જેમાં દિયોદર તાલુકાના અન્ય બ્રિજ ની પણ ચકાસણી હાથ ધરાઇ હતી અને ઉપસ્થિત માર્ગ અને મકાન વિભાગ ની ટીમો ને જરૂરી સૂચનો આપ્યા હતા જો કે દિયોદર નવીન રેલ્વે ઓવરબ્રિજ પર થોડા સમય અગાઉ વરસાદ ના કારણે મોટા ખાડાઓ પડી જતાં ખીલિયારીઓ દેખાઈ હતી પરંતુ ખાડાઓ ના અહેવાલ પ્રસિદ્ધ કરાતા જવાબદાર તંત્ર દ્વારા ખાડાઓ રીપેરીંગ કરવાનું કામ હાથ ધરાયું હતું
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર