BANASKANTHAGUJARAT

સાણાદર ખાતેથી જન ક્રાંતિ મહારેલી રેલી દ્વારા દીઓદર પ્રાંત કચેરીએ પ્રેમલગ્ન કાયદામાં ફેરફાર અને મૈત્રીકરાર કાયદો રદ કરવા આવેદન આપ્યું..

સાણાદર ખાતેથી જન ક્રાંતિ મહારેલી રેલી દ્વારા દીઓદર પ્રાંત કચેરીએ પ્રેમલગ્ન કાયદામાં ફેરફાર અને મૈત્રીકરાર કાયદો રદ કરવા આવેદન આપ્યું..

સાણાદર ખાતેથી જન ક્રાંતિ મહારેલી રેલી દ્વારા દીઓદર પ્રાંત કચેરીએ પ્રેમલગ્ન કાયદામાં ફેરફાર અને મૈત્રીકરાર કાયદો રદ કરવા આવેદન આપ્યું..

ગુજરાત રાજ્યના નાગરિકોના હિત,સુરક્ષા અને સંસ્કૃતિની અખંડિતતા જળવાઈ રહે તે માટે પવિત્ર આવેદનપત્ર દ્વારા હાલ અમલમાં રહેલા પ્રેમલગ્ન કાયદા તથા મૈત્રીકરણ (Live-in Relationship) સંબંધિત નિયમોમાં અનેક ખામીઓ રહેલી છે,જેના કારણે સમાજમાં અસ્વસ્થતા,અસંતોષ તથા કુટુંબ વ્યવસ્થામાં ભંગાણ સર્જાઈ રહ્યું છે.ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને કુટુંબની મૂલ્યોની રક્ષા માટે કાયદાઓમાં તાત્કાલિક સુધારા અનિવાર્ય બન્યા છે.ત્યારેદીઓદર તાલુકાના જસાલીના ખેડૂત આગેવાન અમરાભાઈ આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,નરેશજી ઠાકોર વડા,સની ઠાકોર ભુવાજી વડા,વાઘાભાઈ ડી.ચૌધરી સરદારપુરા, સતીશભાઈ પટેલ મહેસાણા, ભરતભાઈ કરણ પાલનપુર, ખેંગારભાઈ ચૌધરી કંસારી, સતિષભાઈ પંચાલ પાલડી,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ, મંત્રી વાલાભાઈ પ્રજાપતિ રાજપુર, સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિ લુદ્રા,સામાજિક કાર્યકર રણછોડભાઈ પ્રજાપતિ નાથપુરા, રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, ભાવાભાઈ પ્રજાપતિ રવેલ,દિયોદર પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કરસનભાઈ પ્રજાપતિ રૈયા સહીતના કાર્યકારોની ઉપસ્થિતિ માં સાણાદર ખાતેથી જન ક્રાંતિ મહારેલી રેલી દ્વારા દીઓદર પ્રાંત કચેરીએ પ્રેમલગ્ન કાયદામાં ફેરફાર અને મૈત્રીકરાર કાયદો રદ કરવા તા.૨૦/૦૯/૨૦૨૫ ને શનિવારના રોજ આવેદન આપ્યું..જેમાં (૧) પ્રેમલગ્ન કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે,(૨) મૈત્રી કરણ (Live-in Relationship)નો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે, (૩)લગ્ન માટે ૩૦ વર્ષની વય સુધી છોકરો-છોકરીએ માતા-પિતાની ફરજિયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે,(૪) પ્રેમલગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે,(૫) લગ્ન સમયે સાક્ષીઓ ની ઉંમર ૪૦ વર્ષથી વધુ હોવી ફરજિયાત કરવામાં આવે,(૬) પ્રેમલગ્ન કરનાર વ્યક્તિ એ પોતાના માતા-પિતાની સંપત્તિ ઉપરથી કાયદેસર રીતે દખલ છોડવો ફરજિયાત કરવામાં આવે,ઉપરોક્ત માગણીઓ માત્ર એક સમાજની નથી,પરંતુ ગુજરાત રાજ્યના સર્વ સમાજની લાગણીઓનો અવાજ છે.આ વિષય માતા-પિતાની ઈજ્જત, કુટુંબ વ્યવસ્થાની સુરક્ષા અને સંસ્કારના સંરક્ષણ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો છે. અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક આ માગણીઓને સ્વીકારી કાયદામાં જરૂરી સુધારા કરે.જો અમારી માગણીઓને અવગણવા માં આવશે,તો ભવિષ્યમાં ગાંધીનગર ખાતે સર્વ સમાજના આગેવાનો ની વિશાળ સભા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.તેમ જણાવવામાં આવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!