BANASKANTHADEODARGUJARAT

દિયોદરના કુવારવા ગામે ખેતરમાં લીમડા ના ઝાડે લટકતી લાશ મળી:હત્યા કે આત્મ હત્યા ઘૂંટાતું રહસ્ય 

શંકાસ્પદ : કુવાતા ગામના ગુમ યુવક નો મુતદેહ મળ્યો પોલીસ તપાસ શરૂ

 

દિયોદરના કુવારવા ગામે ખેતરમાં લીમડા ના ઝાડે લટકતી લાશ મળી:હત્યા કે આત્મ હત્યા ઘૂંટાતું રહસ્ય

પ્રતિનિધિ:  કલ્પેશ બારોટ દિયોદર

 

•ખેતરમાં યુવકે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો :પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો

 

•મૃતક યુવકનું પેનલ પી એમ કરાયું આત્મ હત્યા ને લઈ અનેક તર્ક વીતર્ક

 

•મૃતક યુવક ચાર સંતાન નો પિતા હતો પાંચ દિવસ પહેલા ઘરે થી નીકળ્યો હતો

 

દિયોદર તાલુકાના કુવાતા ગામનો ગુમ યુવકનો મૃતદેહ કુવારવા ગામે એક ખેતરમાં લીમડાના ઝાડ પર થી દુપટ્ટા વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે ચાર સંતાન ના પિતાએ આત્મ હત્યા કરી કે હત્યા કરાઇ તેને લઈ અનેક તર્ક વીતર્ક સર્જાઈ છે પોલીસે હાલ તો એડી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

 

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના કુવાતા ગામે રહેતા કરશનભાઇ સુજાભાઈ માજીરાણા છેલ્લા પાંચ દિવસ અગાઉ ઘરે થી કોઈ ને કહ્યા વગર નીકળી ગયા હતા જેમાં ગુરુવારે વહેલી સવારે દિયોદર તાલુકાના કુવારવા ગામે રહેતા જયંતીભાઈ ખેતાભાઈ ચૌધરી ના ખેતર માં ગુમ યુવક કરશનભાઇ સુજાભાઈ માજીરાણા નો મૃતદેહ લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં શંકાસ્પદ મળી આવ્યો હતો ખેતર માલિક ને આ બાબત ની જાણ થતા ખેતર માલિકે દિયોદર પોલીસ ને જાણ કરી હતી જેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ઝાડ પર થી લાશ ને નીચે ઉતારી મૃતકના પરિવારજનો ને જાણ કરતા પરિવારજનો કુવારવા ગામે દોડી આવ્યા હતા મૃતકની લાશ ને પી એમ અર્થ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પેનલ પી એમ કરાયું હતું જેમાં મૃતક યુવકે ક્યાં કારણસર આત્મ હત્યા કરી તેને લઈ તર્ક વીતર્ક સર્જાઈ હતી પરિવારે યુવકની લાશ અંગે તપાસ ની માંગ કરી હતી

 

•મૃતક યુવક ખેતરમાં કઈ રીતે પહોંચ્યો ? ચાર સંતાનના પિતાએ આત્મ હત્યા શા માટે કરી

 

મૃતક યુવક કરશન મજીરાણા છેલ્લા પાંચ દિવસ થી ગુમ હતો જેમાં કુવાતા થી કુવારવા 20 કિમી દૂર આવેલ છે જ્યાંથી યુવકની લાશ મળી છે ત્યાં મૃતક યુવકનું કોઈ સબંધી રહેતું નથી કુવારવા થી બનાવ ની જગ્યા અંદાજિત 3 કિમી દૂર આવેલ છે જે ખેતર માંથી યુવકનો મૃતદેહ મળ્યો ત્યાં મૃતક યુવકને કોઈ ઓળખતું નથી મૃતક યુવક રાત્રે કઈ રીતે ખેતરમાં પ્રવેશ્યો યુવકે ક્યાં કારણસર આત્મ હત્યા કરી ? શું મૃતક યુવક ને આત્મ હત્યા માટે મજબૂર કરાયો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

 

•મારા ભાઈ ને ધમકી આપવામાં આવતી હતી :ભાઈ

 

આ બાબતે મૃતક કરશન મજીરાણા ના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ છેલ્લા પાંચ દિવસ થી ગુમ હતો અમારા ગામના લોકો દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી પોલીસ આ મામલે સત્ય તપાસ કરી અમને યોગ્ય ન્યાય અપાવે

 

• ત્રણ દીકરી અને એક દીકરા નો પિતા છે મૃતક યુવક

 

મૃતક કરશન મજીરાણા ને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે જેમાં ખેત મજૂરી કરી પોતાનું જીવન ગુજારતો હતો પાંચ દિવસ પહેલા ઘરે થી નીકળ્યો હતો

Back to top button
error: Content is protected !!