DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા નગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમવાર બજેટ ફગાવાયું 

તા.૧૨.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De.Bariya:દેવગઢ બારીયા નગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમવાર બજેટ ફગાવાયું 

પ્રમુખના વહીવટ સામે સભ્યોનો વિરોધ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, ખાનગી સોસાયટીમાં સુવિધાઓ આપવાના નિર્ણય પર ઉઠ્યા સવાલ દેવગઢબારીઆ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬–૨૭નું બજેટ સભ્યો દ્વારા નામંજૂર કરવામાં આવતા પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું સત્તાધારી પક્ષના કેટલાક સભ્યો દ્વારા પણ બજેટનો વિરોધ કરવામાં આવતા પાલિકાની બેઠકમાં ભારે ચર્ચા અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.સભા દરમિયાન કેટલાક સભ્યોએ પ્રમુખ ધર્મેશ કલાલ ના વહીવટ અંગે ગંભીર આક્ષેપો કર્યા નગરપાલિકાના સભ્ય વિશાલ બાલવાણી ના પરિવાર સાથે સંકળાયેલી “ચંદ્રિકા ગ્રીન” નામની ખાનગી સોસાયટીમાં રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ નગરપાલિકાના ખર્ચે આપવા કરાયેલા ઠરાવ અંગે સભ્યો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોળી તહેવાર પહેલા કેટલાક કર્મચારીઓને પગાર ચૂકવવામાં વિલંબ થયો હોવાની ફરિયાદો પણ સભામાં ચર્ચાનો વિષય બની હતી. બીજી તરફ કેટલાક કોન્ટ્રાક્ટરોના બિલોની ચુકવણી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.સભામાં નગરમાં આવેલા ૧૦૦ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની સ્થિતિ અંગે પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સભ્યોના જણાવ્યા મુજબ રાષ્ટ્રધ્વજની લાઈટો લાંબા સમયથી બંધ છે અને ધ્વજની સ્થિતિ યોગ્ય રીતે જાળવવામાં આવતી નથી.કેટલાક સભ્યો દ્વારા અન્ય ખર્ચાઓ અને બિલોની ચુકવણી અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. બજેટ નામંજૂર થતાં હવે આગળની કાર્યવાહી અને આગામી બેઠક અંગે ચર્ચા શરૂ નગરપાલિકામાં સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે નગરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે

Back to top button
error: Content is protected !!