BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના થરા થી પાવાગઢ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન..

નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા છેલ્લા ૨૧ વર્ષથી ઘાંઘોસ પરિવાર ઠાકોર સમાજના ભાઈઓ થરા થી પાવાગઢ

ઓગડ તાલુકાના થરા થી પાવાગઢ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન..

બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા છેલ્લા ૨૧ વર્ષથી ઘાંઘોસ પરિવાર ઠાકોર સમાજના ભાઈઓ થરા થી પાવાગઢ મા બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે જાય છે.વર્ષોની પરંપુરા મુજબ આજ રોજ સંવત ૨૦૮૧ ના આસોસુદ -૧૧ ને શુક્રવાર તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ સવારે શ્રી મહાકાળી મંદિર ઘાંઘોસ વાસથી પાવાગઢ પગપાળાયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.પગપાળા યાત્રા સંઘમા અમરાજી ઘાંઘોસ,થરા નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ વસંતજી ઘાંઘોસ,તેજાજી ઘાંઘોસ,પ્રહલાદજી ઘાંઘોસ, પોપટજી ઘાંઘોસ, સોવનજી ઘાંઘોસ,જેન્તીજી ઘાંઘોસ, સારસંગજી ઘાંઘોસ તેમજ ઘાઘોસ પરીવારનાં વડીલો અને યુવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા ટોટાણા રોડ પહોંચતા દેશી તડકા હોટલના માલિક પિન્ટુભાઈ અને સોમાજી જગાણીએ સંઘને ચા-નાસ્તો કરાવી પ્રસ્થાન કરાવેલ.પગપાળા યાત્રા સંઘમા સંખ્યામાં ઘાંઘોસ પરિવર ઠાકોર સમાજનાભાઈઓ જોડાયા જે લગભગ અઠવાડિયે પાવાગઢ પહોંચી શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આર્શીવાદ મેળવશે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!