મહીસાગર જિલ્લા માં નવરચીત ગોધર તાલુકા માં તાલુકા પંચાયત સુવિધા થી વંચિત

અમીન કોઠારી
મહીસાગર…
મહીસાગર જિલ્લા માં નવરચીત ગોધર તાલુકા માં તાલુકા પંચાયત સુવિધા થી વંચિત

મહિસાગર જિલ્લો અને પંચમહાલ જિલ્લા માંથી નવીન બનેલ ગોધર તાલુકા કચેરી માં નાતો અધિકારીઓ છે કે ટેબલ ખુરશી અરજદારો આવી વિલા મોઢે પાછા ફરે છે
મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ તેમજ કાર્યકર્તાઓ એ ગોધર તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ની મુલાકાત લેતા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અધિકારી ના દેખાયા ઓફિસ મા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા સરકાર તેમજ વહીવટી અધિકારી ને આડે હાથે લઈ અનેક સવાલો ઉભા કર્યા


બીજી ઓક્ટોબર ગાંધી જયંતી દિવસે નવીન બનેલ ગોધર તાલુકા માં ઓફિસો તો નેતાઓ એ ઉત્ઘટન તો કરી દીધા પણ ઓફિસો માં ના તો અધિકારીઓ ની હાજરી ના સુવિધા ઓ જો વહેલી તકે અધિકારીઓ તેમજ સુવિધાઓ તાલુકાના લોકો ને નહીં મળે તો કોંગ્રેસ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે
ગોધર તાલુકાને વિકાસ ના નામે નવીન તાલુકો બનાવી લોકો ને પડતી અનેક મુશ્કેલીઓ માંથી છુટકારો મળે તે હેતુ થી બનાવવા માં આવેલ હતો પરંતુ બે મહિના પૂરા થવાના આરે પણ તાલુકા પંચાયત માં ફરજ પર કોઈજ અધિકારી નથી દરેક કચેરીઓ મા અધિકારી તેમજ સ્ટાફ વગર જોવા મળી તો શું ગોધર તાલુકા નો વિકાસ આ રીતે થશે તેવા અનેક સવાલો કોંગ્રેસ દ્વારા કરવા માં આવ્યા છે.




