ફૈઝ ખત્રી... શિનોર શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચોવચ આવેલા એક નાનકડા જંગલમાં વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.આ મંદિર સાથે અનેક ભાવિક ભક્તોની આસ્થા જોડાયેલી છે.ત્યારે વ્યાસેશ્વર મહાદેવના મંદિર ખાતે માગશર વદ અમાસ સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં.જ્યારે ભાવિક ભક્તો માટે ધોળકાના ભાવિક ભક્ત શાંતિલાલભાઈ રાવલ દ્વારા દર અમાસ ની જેમ આ અમાસે પણ મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહા પ્રસાદીનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે બરકાલ ગામેથી વ્યાસેશ્વર મહાદેવ મંદિર સુધીનો કાચો રસ્તો હોય ભાવિક ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.ત્યારે જે તે સંલગ્ન વિભાગ દ્વારા સત્વરે ભાવિક ભક્તો માટે પ્રાથમિક સુવિધાઓ ઉલબ્ધ કરાવે તેવી ભાવિક ભક્તોમાં પ્રબળ માંગ ઉઠી છે.