સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકમાં ગેરકાયદે રેતી ભરેલ ટ્રક સીઝ કરાયો.
મામલતદારની ટીમે કાર્યવાહી કરી ટ્રક પોલીસ સ્ટેશન હવાલે કર્યો.
તા.10/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટની સુચના નુસાર પી એમ અટારા મામલતદાર વઢવાણ તથા સ્ટાફના અનિરૂદ્ધસિંહ ચાવડા, પ્રતિપાલસિંહ ડોડીયાનાઓ સાથે તા.6-6-2024ના રોજ સાંજે 06.22 કલાકે મોજે અચારડા ગામના પાટીયા તા ચુડા પાસે વાહનોનું ચેકીંગ કરતા ટ્રક નં.જીજે 13 એએક્ષ 0838 પસાર થતા તેને રોકી ડ્રાઈવરને પુછપરછ કરી ટ્રકમાં ભરેલ જથ્થાની ખાત્રી કરતા રેતી ખનીજ ભરેલ હોવાનું જણાતા ખનીજ અંગેના રોયલ્ટી પાસ રજુ કરવાનું જણાવતા રોયલ્ટી પાસે કે વજન કાંટા ચિઠ્ઠી રજુ કરેલ નથી ટ્રકમાં ભરેલ વજન આશરે 38 ટન છે.જેથી ટ્રકમાં ભરેલ રેતીનો જથ્થો રોયલ્ટી વગરનો આશરે 38 ટન હોવાનું જાહેર થતા આ જથ્થાના પ્રતિ ટન રૂ.5000 લેખે કુલ કિં. રૂ.190000 તથા ટ્રેકની અંદાજીત કીમત રૂ.3500000 અંકે પાત્રીસ લાખ પુરા મળી એકંદર કિંમત રૂ.3690000 અંકે રૂ. ત્રીસ લાખ નેવું હજાર પુરાનો મુદ્દામાલ સીઝ કરી સક્ષમ ઓથોરીટી દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી સરકાર વતી સુરક્ષિત સાચવી રાખવા માટે ટ્રકની ચાવી સાથે પીએસઆઈ ચુડાને સોંપવામાં આવેલ છે.




