
વિજાપુર નગર પાલિકા હદ વિસ્તાર માં નવીન પોસ્ટ ઓફિસ થી આનંદપુરા ચોકડી તરફ રોડ ઉપર ના 320 દુકાનદારો ને દબાણો હટાવી લેવા નોટિસ પાઠવી
સૈયદજી બુખારી
વાત્સલ્યમ સમાચાર વિજાપુર
વિજાપુર નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ નવીન પોસ્ટ ઓફિસ થી આનંદપુરા ચોકડી સુધી ના દુકાનદારો ને ગુજરાત નગર પાલિકા અધિનિયમ કલમ 185 હેઠળ નોટિસ આપી હતી જેમાં નગર પાલિકા ની સરકારી જમીન મા બિનઅધિકૃત દબાણ કરવામાં આવેલ હોય સરકારી જગ્યા મા શેડ છજા ઓટલા કાચું પાકું બાંધકામ કરેલું હોય તેવા દબાણો વેપારીઓએ જાતે એક દિવસ મા દૂર કરી દેવા અંતર્ગત નોટિસ આપી 320 જેટલા વેપારીઓને નોટિસ આપી જાણ કરવા મા આવી છે. જો આપેલ નોટિસ નો જવાબ કોઈ વેપારી દ્વારા જગ્યા નો ઠરાવ કે હુકમ આધાર પુરાવા રજૂ નહિ કરનાર દુકાનદારે દબાણ કર્યું હશે તો તેમના દબાણો પાલીકા દ્વારા અનુકૂળતાએ કોઈ પણ પ્રકાર ની પૂર્વ જાણકારી વગર દુકાનદાર ના ખર્ચ ના જોખમે ગેરકાયદેસર દબાણ દૂર કરવા મા આવશે તે બાબતે દુકાનદારો ને નોટીસ પાલીકા એ પાઠવી છે. જેને લઇ વેપારીઓ કયા દબાણો અને કેવા દબાણો દૂર કરવા ને લઈ અસમંજસ મૂકાયા છે.



