BANASKANTHAGUJARATPALANPUR

એસ.એ. પટેલ કોમર્સ કોલેજ પાલનપુર અને હે.ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન

21 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકા અને એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 સપ્ટેમ્બર 24 ના’સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણ સંલગ્ન એન. એસ. એસ. ચલાવતી કોલેજો દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત કુલપતિ શ્રી પોરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે થતા મેળામાં અંબાજીથી 50 કિલોમીટરના એરિયામાં 70 કોલેજૉના 2000 થી વધુ એન. એસ. એસ.ના વિદ્યાર્થીઓ જોડાઈ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતુ. વધુમાં પ્લાસ્ટિક મુક્ત મેળો બનાનવા માટે બનાસકાંઠા માન.કલેક્ટર સાહેબના સહયોગથી પ્લાસ્ટીકનો વિકલ્પ આપી સેવા કેમ્પોને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યા હતા. તેમજ યુનિવર્સિટી દ્વારા કચરો એકત્ર કરવા મોટી 500 બેગ બનાવી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જોડાયેલા 70 પ્રોગ્રામ ઓફિસર અને 2000 થી વધુ એન. એસ. એસ.ના વિદ્યાર્થીઓને માન.કુલપતિ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.એસ.એ.પટેલ કોમર્સ કોલેજના 25 વિદ્યાર્થીઓએ તારીખ 19/09/2024ના રોજ આ સફાઇ અભિયાનમા ભાગ લીધો હતો. તેમણે ઉપર ગબ્બરથી શરૂ કરી અંબાજી મંદિર સુધીના માર્ગની સફાઈ કરી તથા આશરે 45 કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન પ્રિન્સીપાલ શ્રી ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર્સ ડૉ.હિરલબેન ડાલવાણિયાએ કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!