શિક્ષક લાગણીઓથી ભરપૂર એવા જીવંત વ્યકિતોઓને કંડારીને તેને સુંદર બનાવે છે.- જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ
MADAN VAISHNAVSeptember 5, 2024Last Updated: September 5, 2024
12 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીનવસારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને શ્રી એમ. એન. વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ, નવસારી ખાતે યોજાયો હતો.નવસારી ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇએ તા.૫ મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને યાદ કરી તેમણે જણાવ્યું હતું કે, ડૉ. રાધાકૃષ્ણન વિદ્વાન તથા ચિંતક હતા. શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ રહેલી છે માતા-પિતા તેમના સંતાનને વિદ્યા સંસ્કાર મળે તે માટે શિક્ષક પાસે શ્રધ્ધાથી મૂકે છે કે જયાં તેનું ચારિત્ર્ય, ક્ષમતા, બુધ્ધિચાતુર્ય બધુ જ શિક્ષક-ગુરૂજન ઘડશે. શિક્ષક લાગણીઓથી ભરપૂર એવા જીવંત વ્યકિતોઓને કંડારીને તેને સુંદર બનાવે છે. ભારતની સંસ્કૃતિ ગુરુ-શિષ્યની રહેલી છે. હવે શિક્ષકોએ આધુનિક ટેકનોલોજી પ્રમાણે વિદ્યાર્થીઓનું ઘડતર કરવું પડશે. શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને જ્ઞાન સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માતા બને તે આવશ્યક છે. શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ્વચ્છતા, પાણીનો બગાડ નહિ કરવા વિશે પણ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું.નવસારી જિલ્લામાંથી શ્રેષ્ઠ શિક્ષક/પ્રતિભાશાળી શિક્ષકનું શાલ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કારોથી સન્માનિત તેમજ પ્રતિભાશાળી બાળકોનું વિશેષ સન્માન મહાનુભાવોના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના તા.૫ સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણના નિબંધ-લેખનની શિખામણ આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. તેઓ દ્વારા શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વના વિકાસ માટે જે પ્રયાસો થયા તેનો આપણે અમલ કરી શિક્ષણ આપીશું તો જ શિક્ષક દિનની ઉજવણી સાર્થક ગણાશે. સમાજના નિર્માણમાં શિક્ષિત વ્યક્તિની ભૂમિકા મહત્વની છે. ભારતને વિકસીત દેશની હરોળમાં આવવા માટે માનવ સંશાધનના વિકાસની જરૂર છે. જે માટે શૈક્ષણિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે ત્યારે શિક્ષકોએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને શિક્ષણની સાથે સાથે જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ આપવું એ દરેક શિક્ષકની નૈતિક જવાબદારી છે.કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા શિક્ષણ અને તાલીમના આચાર્ય ડો. યોગેશભાઇ પટેલે મહેમાનોને આવકારી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. નવસારી જિલ્લાના રંગપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કેતનભાઇ સોલંકીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પુરસ્કાર મેળવનાર બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલ સહિત અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
«
Prev
1
/
83
Next
»
અધિકારીઓ અને નેતાઓ મહોત્સવમાં વ્યસ્ત થતા, ફરી મોરબી ની જનતા રસ્તા પર ઉતરી કર્યા ચકાજામ !!!
મોરબીમાં 4 MLA, 1 મંત્રી,1 રાજ્યસભા સાંસદ, 2પૂર્વ મંત્રી છતાં કૈલાશધામ અને મુક્તિધામ ખંડેર હાલતમાં !
શ્રી ગુરૂનાનક દેવ સાહેબજીનો ૫૫૬મો પ્રકાશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
«
Prev
1
/
83
Next
»
MADAN VAISHNAVSeptember 5, 2024Last Updated: September 5, 2024