BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી વન વિભાગ દ્વારા કરુણા અભિયાન’ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી

 

બોડેલી વન વિભાગ દ્વારા NGO તથા પશુ ચિકિત્સકની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનો માટે ‘કરુણા અભિયાન’ અંતર્ગત બેઠક યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી

ઉતારાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા હોય છે, ત્યારે પતંગના દોરામાં મૂંગા પક્ષીઓ ભેરવાઈ જતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જેના કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. આવા ઇજાગ્રસ્ત પક્ષીઓની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી શકાય તે હેતુથી બોડેલી વન વિભાગ દ્વારા મહત્વની ચર્ચા કરવામાં આવી છે.

બોડેલી વન વિભાગની કચેરી ખાતે પશુ ચિકિત્સક અને NGOની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનોને સાથે રાખી ‘કરુણા અભિયાન’ અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવવા, પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ, તેમજ વન વિભાગ અથવા પશુ દવાખાનાનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે ઉતારાયણ દરમિયાન શક્ય તેટલી સાવચેતી રાખી પતંગ ઉડાડે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ નહી કરવા અને કોઈપણ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરે. આ અભિયાન દ્વારા પક્ષી સંરક્ષણ અને માનવ સંવેદનશીલતાનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર તોસીફખત્રી

Back to top button
error: Content is protected !!