ગોધરા તાલુકા પોપટપુરા ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે 37માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
NILESH DARJIFebruary 6, 2025Last Updated: February 6, 2025
6 1 minute read
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલા ખોડિયાર મંદિર ખાતે 37માં ભવ્ય પાટોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ખોડીયાર જયતિ નિમિત્તે મોટી સંખ્યામા ભાવિક ભક્તો ઉમટ્યા હતા. દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા શોભાયાત્રા તેમજ હોમહવનના કાર્યક્રમ તેમજ ભાવિકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુકાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ગોધરા – લુણાવાડા હાઈવે માર્ગને અડીને આવેલા જાણીતા ખોડિયાર મંદિર ખાતે ખોડીયાર જંયતિની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. મહા સુદ આઠમના દિવસે મા ખોડીયાર જંયતિ ઉજવામા આવે છે. પોપટપુરા ગામે આવેલા ખોડીયાર મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષે ધામધુમથી માતાજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વિવિધ કાર્યક્રમો રાખવામા આવે છે. ખોડીયાર જયતિને લઈને સવારથી ગોધરા સહિત આસપાસના વિસ્તાર તેમજ અન્ય જીલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં માઈભકતોનો ધસારો જોવા મળ્યો હતો. ખોડીયાર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે 37મા પાટોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંકુકેશર માં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને ભાવિકો ઝુમ્યા હતા. મંદિર પરિસરમા હોમ હવન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ભાવિકો માટે વિનામૂલ્યે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી તેનો લાભ લીધો હતો મંદિર પરિસરની આસપાસ મેળો ભરાયો હતો. જેનો આનંદ ભાવિકોએ લીધો હતો કોઈ અનિચ્છીય ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ખોડીયાર માતાજીનું પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.