GUJARATKUTCHMUNDRA

મુંદરા તાલુકાના સેવાભાવી અગ્રણી સ્વ. સેડા દેવણાધભાઈ ગઢવીનું નિધન : વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરા તાલુકાના સેવાભાવી અગ્રણી સ્વ. સેડા દેવણાધભાઈ ગઢવીનું નિધન : વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

મુંદરા,તા. 9:
મૂળ ઝરપરાના વતની અને મંગરા ગામને પોતાની કર્મભૂમિ બનાવનાર ગૌસેવા તથા માનવ સેવાના પર્યાય સમાન સ્વ. સેડા દેવણાધભાઈ જખુભાઇ ગઢવીનું અવસાન થતા સમગ્ર મુંદરા તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. એક અત્યંત સંવેદનશીલ અને માયાળુ માનવી તરીકે જાણીતા સેડાભાઈના જવાથી ચારણ સમાજ સહિત સમગ્ર પંથકને ન પુરાય તેવી ખોટ પડી છે.
સ્વ. સેડાભાઈ ગઢવી મંગરા ગામમાં આઈ શ્રી સોનલ માં મંદિરના સ્થાપક સભ્ય હતા. તેમણે પોતાનું જીવન હિન્દુ સંસ્કૃતિના જતન, ગૌસેવા અને સામાજિક ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેમના નિધનના સમાચાર મળતા જ ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ ગઢવી પરિવારની મુલાકાત લઈ આ દુઃખદ સમયે સાંત્વના પાઠવી હતી.

શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર મહાનુભાવો:

પૂજ્ય સંતશ્રી ત્રિકમદાસજી મહારાજ (ગાદીપતિ, અંજાર સચ્ચિદાનંદ મંદિર), ભગવાનદાસજી મહારાજ (ગાદીપતિ, રતનાલ સચ્ચિદાનંદ મંદિર તથા રાષ્ટ્રીય અધ્યક્ષ, ગૌરક્ષા ગુજરાત), અદાણી પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વિ.કે. હુંબલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઇ ગઢવી, મુંદ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ પરમાર, કારોબારી ચેરમેન શ્રી ભોજરાજભાઈ ગઢવી, શ્રી ધ્રુવરાજસિંહ ચુડાસમા, ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, કોંગ્રેસ પ્રમુખ શ્રી વિરમભાઇ સાખરા, ઝરપરા ચારણ સમાજ પ્રમુખ શ્રી દેશરભાઈ રામાણી, મુંદ્રા પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ મહેતા અને શ્રી હિરેનભાઈ સાવકા સહિતના અનેક આગેવાનોએ સ્વર્ગસ્થના દિવ્ય આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!