DEVBHOOMI DWARKAKHAMBHALIYA
જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે ફાયર સેફ્ટી અંતર્ગત તાલીમ તથા મોકડ્રીલ યોજાઇ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે આગ – અકસ્માત જેવી ઘટનાઓ તથા આપતકાલીન પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે ફાયર સેફ્ટી તાલીમ તથા મોકડ્રીલ યોજવામાં આવી હતી.
આ મોકડ્રિલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગના પ્રકાર તેમજ આગ લાગ્યે ક્યાં ક્યાં જરૂરી પગલાંઓ લઈ શકાય ઉપરાંત આગ પર કાબૂ મેળવવા અગ્નિશામક યંત્રોનો ઉપયોગ તેમજ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમના ઉપયોગ અંગે લાઈવ ડેમો આપી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ મોકડ્રિલ તથા ફાયર સેફ્ટી તાલીમમાં ફાયર વિભાગના કર્મચારીઓ, હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓએ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





