BHANVADDEVBHOOMI DWARKA

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

જનહિતલક્ષી કામોને તાકીદે પૂર્ણ કરવા કેબિનેટ મંત્રીશ્રીએ કર્યા સૂચનો

***

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

       પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં આજરોજ ભાણવડ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી.

        સામાન્ય સભામાં વિવિધ યોજનાઓના વિકાસના કામોની સમીક્ષા કરી તથા  ૧૫માં નાણાપંચ નાં ફેરફાર કરવા પાત્ર કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

        જેમાં કેબિનેટ મંત્રીશ્રીએ કામોની સમીક્ષા ત્વરિત કામગીરી કરવા અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

        ઉપરાંત  ભાણવડ તાલુકામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજનાની પંચાયતના પદાધિકારીઓની તાલીમમાં ઉપસ્થિત રહી વિકાસના કાર્યો વેગવાન બનાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ વનીકરણના કામો કરવા અનુરોધ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

        સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડાયબેન છૈયા, ઉપપ્રમુખ શ્રીમતી મરિયમબેન હિંગોરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.એલ. બેડીયાવદરા, તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!