ગોધરા શહેરના વાવડી(બુઝર્ગ) સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ સોસાયટી વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરતું તંત્ર

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા શહેરના વાવડી(બુઝર્ગ) વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ ભગવતી પાર્ક, દેવભૂમિ સોસાયટી, સહજાનંદ સોસાયટી, ગુરૂકૃપા સોસાયટી, આશ્રય બંગ્લોઝ, દેવાનદ લોટસ, દેવાનદ વગેરે સોસાયટીઓમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી રસ્તા ઉપર તેમજ કેટલાક સ્થળોએ લોકોના ઘરોમાં ભરાયા હતા.
આ અંગે સ્થાનિક રહીશો દ્વારા મળેલ રજૂઆત અન્વયે તા.૦૩/૦૯/૨૦૨૪ના રોજ નાયબ કલેકટરશ્રી અને ગોધરા પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મહેસુલ, આર એન્ડ બી તથા નગરપાલીકાના અધિકારી/ કર્મચારીશ્રીઓની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી, સ્વામિનારાયણ મંદિરના લોકોની મદદથી તેઓની કમ્પાઉન્ડ વોલ જરૂરીયાત પુરતી તોડી, તેમાંથી આ ભરાયેલ વરસાદી પાણીને ગટર લાઈન સાથે જોડી અને તાત્કાલીક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમ ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
***





