NATIONAL

દિલ્હીના જંતર-મંતર પર રેસલરના વિરોધ વચ્ચે પંજાબમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા

દિલ્હીના જંતર-મંતર પર રેસલરના વિરોધ વચ્ચે સોમવારે પંજાબમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા હતા. ખેડૂતોએ પોલીસના બેરીકેડ્સ તોડી નાખ્યા હતા. તો પહેલવાનોએ ખેડૂતોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. મહિલા રેસલર્સે WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. રેસલર ઉત્પિડનના આરોપોને લઈને WFI ચીફ અને ભાજપા સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી ઘણા રાજકીય પક્ષો અને સંગઠનોના નેતાઓએ જંતરમંતર પર વિરોધ નોંધાવી રહેલા પહેલવાનોને સમર્થન આપ્યું છે.
દિલ્હીના જંતર મંતર મેદાન પર રેસલર્સ દ્વારા છેલ્લા 1 મહિનાથી WFI પ્રમુખ બ્રીજભૂષણ શરણની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ પર મહિલા પહેલવાનોનું યૌન ઉત્પીડન કરવા, શારીરિક રીતે પ્રતાડિત કરવા અને WFI ને તાનાશાહી રીતે ચલાવવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પહેલવાનોના સમર્થનમાં ખેડૂતો દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા. જેમાં અનેક ખેડૂત આગેવાનો સામેલ થયા હતા. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે યૌન ઉત્પીડનના આરોપી બ્રિજભૂષણ શરણ સિંહની 21 મે સુધીમાં ધરપકડ કરવામાં આવે.
રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે, ‘સરકાર WFI ચીફની 21 મે સુધીમાં ધરપકડ કરે અને રેસલર દીકરીઓને ન્યાય અપાવે. આ એક મોટો મુદ્દો છે. આના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. જો એવું નહીં થાય તો આગળની રણનીતિ બાબતે કંઈક નિર્ણય લેશે. કિસાન સંઘ અને ખાપ પંચાયતના નેતાઓ 21 મેના રોજ ફરીથી બેઠક કરીને નકી કરશે કે આગળ શું કરવું જોઈએ. ત્યાં સુધી દેશની દીકરીઓને ટેકો આપવા માટે એક ખાપ દરરોજ જંતર-મંતર પર આવશે. જો અમારી દીકરીઓને કંઈ થશે તો આખો દેશ તેના સમર્થન માટે અહીં એકઠા થશે.

રેસલર વિનેશ ફોગાટે કહ્યું હતું કે પોલીસે આ મામલે FIR નોંધી છે પરંતુ કલમ 164 હેઠળ નિવેદન નોંધ્યું નથી. અમારી માગ માનવામાં નહીં આવે તો 21 મેના નિર્ણય લઈશું. તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું કે, રેસલરો દ્વારા થતા આ વિરોધને કોઈએ હાઈજેક કર્યો નથી.

Back to top button
error: Content is protected !!