KUTCHMANDAVI

કચ્છ જિલ્લાના ૦૬ વિધાનસભા મતવિસ્તારો માટે ઈવીએમ અને વીવીપેટનું સ્ટ્રોંગરૂમથી ડિસ્પેચિંગ.

સઘન સુરક્ષા વચ્ચે ઈવીએમ અને વીવીપેટ લઈને વિવિધ ટીમો મતદાન મથકે જવા રવાના.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

ભુજ,તા-06 :  કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનારી લોકસભા બેઠકની ચૂંટણી માટે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સુરક્ષા બંદોબસ્ત સાથે અલગ અલગ ટીમો ઈ.વી.એમ. અને વી.વી.પેટ સાથે રવાના થઈ હતી. સરકારી ઈજનેરી કોલેજ ભુજના સ્ટ્રોંગરૂમ ખાતેથી ભુજ મતવિસ્તારમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી ચૂંટણી સ્ટાફને કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટને મતદાન મથક સુધી લઈ જવામાં આવી રહ્યા છે. આજરોજ તમામ વિધાનસભા મતવિસ્તારના સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ અને વીવીપેટ મતદાન મથકો સુધી પહોંચી જશે. આવતીકાલે તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયા ન્યાયી અને પારદર્શી રીતે યોજાઈ તે માટે તમામ પ્રયત્નો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!