GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસે મલવાણ ગામે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લીધા.

 

તારીખ ૨૬/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગ મા હતો ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી કે અડાદરા ના મલવાણ ગામે ટપિયા ફળીયામાં ભારતભાઈ ચીમનભાઈ નાયકના ઘર આગળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પૈસા વડે પાના પત્તાનો હાર જીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા કોર્ડન કરી ચાર ને જુગાર રમતા ઝડપી પાડ્યા ભારતભાઈ નાયક, અરવિંદસિહ સોલંકી, પંકજસિહ સોલંકી, વિનોદભાઈ બારિયા ને પકડી પાડી અંગ જડતી માંથી રૂ ૪,૩૫૦/ અને દાવ પરના રૂ ૬,૮૫૦/ કુલ મળીને રૂ ૧૧,૨૦૦/ સાથે પાના પત્તાની કેટ ઝડપી જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!