નવસારી મહાનગરપાલિકા દ્વારા જૂની જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકો માટે ખાસ જાહેર નોટિસ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત માહિતી મુજબ ધી જી.પી.એમ.સી.એક્ટ – ૧૯૪૯ ની કલમ ૨૬૪ અને ૨૬૫ ની જોગવાઈ અન્વયે (જર્જરીત અને ભયજનક ઇમારત બાબતની જાહેર ચેતવણી) ના. સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ જાહેરનામાં પત્ર ક્રમાંક:KV-01 OF 2025-UDUHD/COC/E-file/18/204/6138/P Section Dt. 01/01/2025 થી નવસારી વિજલપોર નગરપાલિકા તેમજ મોજે : એરુ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીનો સમાવેશ કરી નવસારી મહાનગરપાલિકાની રચના કરવામાં આવેલ છે. જેમા નવસારી (શહેર), વિજલપોર, જલાલપોર, જમાલપોર, તિધરા, ઈટાળવા, ચોવિસી, કાલીયાવાડી, કબીલપોર, છાપરા, વિરાવળ, એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીનો સમાવેશ થયેલ છે.
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આપના ઇમારતના બાંધકામની આયુષ્ય તા. ૦૧/૦૭/૨૦૨૫ ની સ્થિતીએ ૨૫ વર્ષ કે તેથી વધુ હોય જે તમામ કબજા ભોગવટા, મિલકત ધારકો, કબજેદારોને આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે આપની માલિકીની મિલકતના સ્ટ્રકચરલ સ્ટેબીલીટી રિપોર્ટ સરકારશ્રી દ્વારા માન્ય સંસ્થા/સ્ટ્રકચર ઇજનેરશ્રી મારફત સ્ટ્રકચર સ્ટેબીલીટી રિપોર્ટ તૈયાર કરાવી ઉકત કચેરીએ ત્રીજા માળે, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ વિભાગ ખાતે દિન ૧૫ માં રિપોર્ટ તેમજ મિલકતના ફોટોગ્રાફ રજૂ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતે જાનહાનિ કે અન્ય વ્યક્તિની માલ મિલકતને નુકશાન થશે તો તે અંગેની સંપૂર્ણપણે જવાબદારી ઇમારતના માલિક/કબજો ભોગવટો કરનારની રહેશે.વધુમાં નવસારી મહાનગરપાલીકા દ્વારા ઉકત રજૂ થયેલ મિલકતની સ્થળતપાસ કરવામાં આવનાર હોય ખોટી વિગત આપનાર તેમજ જે માલિક/કબજેદાર દ્વારા રિપોર્ટ રજૂ ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સદરહું બાબતે વધુ માહિતી માટે ત્રીજા માળે, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. જેની નોંધ લેવા તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ મ્યુનિસીપલ કમિશ્રર નવસારી મહાનગરપાલિકા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે



