DEVBHOOMI DWARKADWARKA
કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે “જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ”ની બેઠક યોજાઈ

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા
કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં “જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ”ની બેઠક કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યોની માહિતી મેળવીને સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાર્યરત દેવભુમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રસ્તાવિત કામોને જરૂરી ચર્ચા બાદ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી તેમજ સમિતિના સદસ્યો અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





