DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

મેગા હેલ્થ કેમ્પની પૂર્વતૈયારીઓના ભાગરૂપે જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

 ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) તથા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા હેલ્થ કેમ્પ આગામી તા.૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૯  કલાકથી જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે યોજાનાર છે.

રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આયોજિત મેગા હેલ્થ કેમ્પના પૂર્વતૈયારીઓ અંગે દેવભૂમિ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે દર્દીઓને મળનારી સુવિધાઓ તથા સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ચોબીસા, અગ્રણી શ્રી પી.એસ.જાડેજા, રાજુભાઈ ભરવાડ, રાજકોટ એઇમ્સના એચ.આર. શ્રી હિમાંશુભાઈ સહિત નિષ્ણાત ડોક્ટરો તથા જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મેગા હેલ્થ કેમ્પમાં ફેફસાં રોગો, હાડકા (ઓર્થોપેડીક), રેડિયેશન થેરાપી (કેન્સર માટે), આંખ (ઓફથેલેમોલોજી), ફિઝિયોથેરાપી (કસરત), બાળરોગ (પીડિયાટ્રિક્સ), પ્રસુતિ અને સ્ત્રીરોગ, ચામડીના રોગ, જનરલ મેડિસિન, કાન, નાક અને ગળા (ઈ.એન.ટી), માનસિક રોગ અને જનરલ સર્જરી જેવા વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

Back to top button
error: Content is protected !!