DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “સશક્ત નારી મેળા”ના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

*****
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “સશક્ત નારી મેળા”ના સુચારૂ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોરની અધ્યક્ષતામાં ખંભાળિયા ખાતે જિલ્લા પંચાયત ભવનમાં બેઠક યોજાઈ હતી. જેમાં તા.૨૧ થી ૨૩ દરમ્યાન દ્વારકા ખાતે હાથી ગેટ પાસેના પાર્કિગમાં યોજાનાર મેળાના સુચારુ આયોજન માટે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તા.૨૧ ડિસેમ્બરે સાંજે ૪ વાગ્યે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવનાર છે. મેળામાં ૪૦થી વધુ સ્ટોલ તૈયાર કરાશે. જેમાં વિવિધ સખી મંડળોના સ્ટોલ અને ખેતી, આરોગ્ય વગેરે વિભાગોના સ્ટોલનો સમાવેશ કરાયો છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી હેતલ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એ.ગોહિલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





