દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
Protocol for Management of Malnutrition in Children કાર્યક્રમ C-MAM-EGF અંતર્ગત એક દિવસીય વર્કશોપ જિલ્લા પંચાયત સભા ખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવયો હતો. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઇ.એસ.ડી.સી.,ડૉ.ચંદ્રેશ ભાંભીએ પોષણ સંગમ કાર્યકમ અંતર્ગત જિલ્લાની હાલની કુપોષણની સ્થતિ અને તેને નિવારણ માટે લેવામાં આવેલ પગલા વિશે માહિતી આપી હતી.
બાળ વિકાસ યોજના અધિકારી ખંભાળીયા નિકીતાબેન ખાંટ દ્વારા CMAM,નાં ૧૦ પગલાઓ જેમાં પગલું-૧ માનવ મિતિ (સ્ક્રીનીંગ), પગલું-૨- એપેટાઈટ ટેસ્ટ (ભૂખ પરીક્ષણ), પગલું-૩- તબીબી પરીક્ષણ (મેડીકલ ચેકપ), પગલું-૪- રીફર (C MA M કાર્યક્રમમાંથી CMTC/N R C ખાતે અને C MT C /N R C માંથી C MA M કાર્યક્રમ ખાતે), પગલું-૫- પોષણ સારવાર, પગલું-૬- દવાઓ, પગલું-૭- આરોગ્ય અને શિક્ષણ, પગલું-૮- C MA M કાર્યક્રમમાં ફોલોઅપ મુલાકાત, પગલું-૯-C MA M કાર્યક્રમના ડીસ્ચાર્જનાં માપદંડ, પગલું-૧૦- C MA M કાર્યક્રમમાંથી ડીસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રેશન બાલશક્તિમાંથી બનાવવામાં આવેલ વિવિધ પોષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. તેમજ બાળકોના ગ્રોથ મોનીટરીંગના C તથા સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ(ઉંચાઈમાપન/વજનકાંટાઓ)સાધનો- MAM& EGF પોષણ સંગમ કાર્યક્રમનું સાહિત્યન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
એસ.ડી.સી.આઈ, વિભાગીય નાયબ નિયામક. રાજકોટ ઝોન પૂર્વીબેન પંચાલ દ્વારા સમુદાય આધારિત વ્યવસ્થાપન )C-MAM &EGF) નું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. તેમજ C પોષણ અંગેની જાગૃતતા તેમજ MAM& EGFકાર્યક્રમ ની અગત્યતા તેનું વ્યુહાત્મક આયોજન તેમજ રાજકોટ ઝોન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પોષણનાં સ્તર વિશે જાણકારી આપવામાં આવેલ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્રારા બાળકોના સ્ક્રીનીંગ કામગીરી તેમજ CMAM & EGFપોષણ સંગમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કરેલ કામગીરી તેમજ કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. પ્રોજેક્ટ તુષ્ટિની ટીમ દ્વારા ઇનોવેશન તથા બેસ્ટ પ્રેક્ટિસ અંગે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. તથા વિવિધ ગામોમાંથી પધારેલા સરપંચો દ્વારા તેમના ગામને સુપોષિત બનાવવા માટે આંગણવાડી, પ્રોજેક્ટ તુષ્ટિ અને સામુદાયિક સ્તરે સંયુક્ત રીતે કરવામાં આવેલ પ્રયાસોનુંવર્ણન કર્યું હતું.
નિયામક શ્રી જેન્ડર રિસોર્સ સેન્ટર અમીબેન પટેલ દ્વારા વિવિધ પ્રેઝન્ટેશનનું નિરીક્ષણ કરી પોષણ સંગમ કાર્યક્રમનાં અમલવારી અને જિલ્લાની સમગ્ર ટીમ દ્વારા જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા સામુહિક પ્રયાસો કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર દ્વારા સમગ્ર જિલ્લામાં પોષણ સંગમ અમલવારી અંગે વિગતવાર જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ રાજ્ય કક્ષાએથી મળેલ માર્ગદર્શન CMAM અંગેની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં કુપોષણ દુર કરવા માટે સામુહિક રીતે પ્રયાસો કરવા જિલ્લાના વિવિધ વિભાગોને સૂચના આપી હતી. તેમજ પોતાના ગામોને સુપોષિત બનાવવા માટે યોગદાન આપવા બદલ સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા
વર્કશોપમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈશાખા.એસ.ડી.સી., જિલ્લા પંચાયત, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, આરોગ્ય શાખાનાં કર્મચારીઓ સહિત આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.







